Suratમાં સ્કૂલ વાનચાલકે રીવર્સ લેતી વખતે બાળકનો લીધો ભોગ,સોસાયટીમાં મચી દોડધામ

સુરતમાં સ્કૂલ વાનચાલકે બાળકનો ભોગ લીધો રિવર્સ લેતી વખતે સ્કૂલવાન નીચે આવી જતા મોત સ્કૂલવાન નીચે કચડાઇ જતા 5 વર્ષના માસુમનું મોત સુરતમાં સિંચવાપોરની નંદનવન સોસાયટીમા મોડી રાત્રે સ્કૂલવાન ચાલકની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કાર રીવર્સ લેતી વખતે ડ્રાઈવરે બાળકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું છે.શારદા સ્કૂલના વાનચાલક સંજય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ કરી છે,પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. સ્કૂલ વેને બાળકનો લીધો ભોગ ઘણા સમાચાર આપણે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે કે સ્કૂલવાન ચાલકની બેદરકારીથી રમતા બાળકનું મોત થયુ,આવી જ એક ઘટના ફરી સુરતમાં બની છે જેમાં બાળક સોસાયટીમાં કારની નજીક રમી રહ્યું હતુ અને અચાનક કાર ચાલુ કરી રીવર્સ લેતા બાળકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,અને બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતુ,પણ ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યુ હતુ.લગ્નના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,મહત્વનું છે કે લગ્નના દસ વર્ષ બાદ દંપતીને ત્યા બાળકનો જન્મ થયો હતો અને એકનું એક બાળક મોતને ભેટતા મા-બાપની આંખમાં આસુ સુકાતા નથી,પરિવારનું કહેવું છે કે,બાળકની ઉંમર પાંચ વર્ષની હતી અને તેને બીજો કોઈ ભાઈ કે બહેન નથી.સિંચવાપોર સ્થિત નંદનવન સોસાયટીમા આ બનાવ બન્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી સંજય પટેલની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા ગણતો કરી દીધો છે,આરોપી સંજય પટેલ કે જે શારદા સ્કૂલની વર્ધી મારતો હતો અને બાળકોને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ મૂકવા જવાનું કામ કરતો હતો.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરી માતા-પિતાના નિવેદન નોંધ્યા છે,તમે પણ તમારા બાળકને એકલુ ના મૂકો અને જો તેને ખુલ્લા પ્લોટ કે ગાર્ડનમાં રમાડતા હોય તો તેની સાથે રહો નહીતર તમારા બાળક સાથે પણ કોઈ દિવસ આવી ઘટના બની શકે છે.  

Suratમાં સ્કૂલ વાનચાલકે રીવર્સ લેતી વખતે બાળકનો લીધો ભોગ,સોસાયટીમાં મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં સ્કૂલ વાનચાલકે બાળકનો ભોગ લીધો
  • રિવર્સ લેતી વખતે સ્કૂલવાન નીચે આવી જતા મોત
  • સ્કૂલવાન નીચે કચડાઇ જતા 5 વર્ષના માસુમનું મોત

સુરતમાં સિંચવાપોરની નંદનવન સોસાયટીમા મોડી રાત્રે સ્કૂલવાન ચાલકની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કાર રીવર્સ લેતી વખતે ડ્રાઈવરે બાળકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું છે.શારદા સ્કૂલના વાનચાલક સંજય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ કરી છે,પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે.

સ્કૂલ વેને બાળકનો લીધો ભોગ

ઘણા સમાચાર આપણે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે કે સ્કૂલવાન ચાલકની બેદરકારીથી રમતા બાળકનું મોત થયુ,આવી જ એક ઘટના ફરી સુરતમાં બની છે જેમાં બાળક સોસાયટીમાં કારની નજીક રમી રહ્યું હતુ અને અચાનક કાર ચાલુ કરી રીવર્સ લેતા બાળકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,અને બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતુ,પણ ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યુ હતુ.

લગ્નના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો

પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,મહત્વનું છે કે લગ્નના દસ વર્ષ બાદ દંપતીને ત્યા બાળકનો જન્મ થયો હતો અને એકનું એક બાળક મોતને ભેટતા મા-બાપની આંખમાં આસુ સુકાતા નથી,પરિવારનું કહેવું છે કે,બાળકની ઉંમર પાંચ વર્ષની હતી અને તેને બીજો કોઈ ભાઈ કે બહેન નથી.સિંચવાપોર સ્થિત નંદનવન સોસાયટીમા આ બનાવ બન્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આરોપી સંજય પટેલની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા ગણતો કરી દીધો છે,આરોપી સંજય પટેલ કે જે શારદા સ્કૂલની વર્ધી મારતો હતો અને બાળકોને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ મૂકવા જવાનું કામ કરતો હતો.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરી માતા-પિતાના નિવેદન નોંધ્યા છે,તમે પણ તમારા બાળકને એકલુ ના મૂકો અને જો તેને ખુલ્લા પ્લોટ કે ગાર્ડનમાં રમાડતા હોય તો તેની સાથે રહો નહીતર તમારા બાળક સાથે પણ કોઈ દિવસ આવી ઘટના બની શકે છે.