Suratમાં સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાતા બાળકોને ધક્કો મારવાનો વારો આવ્યો

સુરતમાં સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ અલથાણ રોડ નજીકનો વીડિયો વાયરલ VIP રોડ નજીક આવેલી ખાડીનો વીડિયો હોવાનું અનુમાન સુરતના અલથાણ રોડ પર વરસાદની પાણી ભરવાના કારણે સ્કૂલવાન વરસાદી પાણીમાં ફસાઈ હતી જેના કારણે ધક્કો મારવાનો વારો આવ્યો હતો.વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.સુરતમાં પાણી ભરાવવાની સમસ્યા પહેલેથી જ છે આ કોઈ નવી સમસ્યા નથી. સુરતમાં વહેલી સવારથી વરસાદ સુરતમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વારસાદી માહોલ જામ્યો છે. શહેરના અઠવાલાઈન, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના મજુરા ગેટ ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ કાપોદ્રા ,સરથાણા સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં પડ્યો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ બે ઈંચથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ક્યાં નોંધાયો.

Suratમાં સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાતા બાળકોને ધક્કો મારવાનો વારો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ
  • અલથાણ રોડ નજીકનો વીડિયો વાયરલ
  • VIP રોડ નજીક આવેલી ખાડીનો વીડિયો હોવાનું અનુમાન

સુરતના અલથાણ રોડ પર વરસાદની પાણી ભરવાના કારણે સ્કૂલવાન વરસાદી પાણીમાં ફસાઈ હતી જેના કારણે ધક્કો મારવાનો વારો આવ્યો હતો.વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.સુરતમાં પાણી ભરાવવાની સમસ્યા પહેલેથી જ છે આ કોઈ નવી સમસ્યા નથી.

સુરતમાં વહેલી સવારથી વરસાદ

સુરતમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વારસાદી માહોલ જામ્યો છે. શહેરના અઠવાલાઈન, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના મજુરા ગેટ ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ કાપોદ્રા ,સરથાણા સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.


ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા છે.

રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં પડ્યો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ બે ઈંચથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ક્યાં નોંધાયો.