Suratમાં ફરી બન્યો ગ્રીષ્મા હત્યાકાંડ, પ્રેમીએ પ્રેમિકાનું ગળુ કાપી કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં જાણે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે શું ઝઘડા હોય છે તે ખબર નથી પડતી,આવી જ એક ઘટના માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર બની હતી જેમાં પ્રેમિએ તેની પ્રેમિકાનું ગળુ કાપીને હત્યા કરી નાખી અને મૃતદેહને રોડ પર ફેંકી દીધો,પ્રેમિકા વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન પ્રેમીએ તેને રોકીને ઘટનાને અંજામ આપ્યો છે.
માંગરોળમાં ગ્રીષ્મા જેવો હત્યાકાંડ
સુરતના માંગરોળમાં ગ્રીષ્મા જેવો હત્યાકાંડ સામે આવ્યો છે,જેમાં માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર પ્રેમીએ તેની પ્રેમિકા પર ચપ્પુ મૂકીને તેની હત્યા કરી નાખી છે,યુવતીને વધુ ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,યુવતીને સારવાર પણ મળી નથી અને લોહીની નદીઓ રોડ પર વહી ગઈ હતી,પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથધરી છે,આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચે તે પહેલા યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હતો.
યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
આ સમગ્ર ઘટના બનતાની સાથે યુવકે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મરવાનો પ્રયત્ન કર્યો હતો,આ સમગ્ર ઘટનામાં યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે,યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી તેવું પોલીસનું કહેવું છે,તો યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પરિવારના સભ્યોને જાણ કરાઈ છે,યુવક નર્મદા જિલ્લાનો રહેવાસી છે.
What's Your Reaction?






