Suratમાં પાણી મુદ્દે પાલિકા અને પ્રજા વચ્ચે કકળાટ, ફક્ત પેનલ્ટી નહીં સંપૂર્ણ બિલ માફ કરવાની સ્થાનિકોની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અમરોલીમાં પાણી મુદ્દે કકળાટ જોવા મળ્યો. અમરોલીના કેટલાક સ્થાનિકો દ્વારા પાણી મીટરને લઈને ફરિયાદ કરવામાં આવી. જેના બાદ SMCએ પાણીના નવા બિલ નહી આપવા નિર્ણય કર્યો. પરંતુ પાણીના જૂના બિલો અંગે SMCએ કોઇ સ્પષ્ટતા ના કરતા પ્રજા પરેશાન. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાએ ફક્ત પેનલ્ટી જ માફ કરી છે બાકી બિલ તો ભરવા જ પડશે.
સ્માર્ટ મીટરના સ્માર્ટ ધાંધિયા
અમરોલીમાં પાણીનો કકળાટ જોવા મળ્યો. અમરોલી વિસ્તારના અભિષેક ટાઉનશિપમાં વસતા રહીશોએ પાલિકા સામે બાંયો ચઢાવી છે. રહીશોનું કહેવું છે કે આખા શહેરમાં ફક્ત મોટા વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોમાં પાણી મીટરો લગાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા લગાવવામાં આ સ્માર્ટ પાણી મીટરમાં પણ મોટા ધાંધિયા જોવા મળ્યા છે. ઓછા વપરાશ બાદ પણ મસમોટા બીલ આવે છે. આ મામલે જ્યારે અમે બધાએ ભેગા થઈને SMCને રજૂઆત કરી તો પાણીના નવા બિલ નહી આપવા નિર્ણય કર્યો.
પેનલ્ટી નહી સંપૂર્ણ બિલ માફની રહીશોની માગ
પરંતુ અમારું કહેવું એટલું જ છે કે અમે બિલ કેમ ભરીએ. કેમ અમારા વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લાગ્યા છે. અન્ય વિસ્તારોમાં કેમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા નથી. નાગરિકોને લઈને કોઈપણ કાયદો કે નિયમ હોય તો તે તમામને લાગુ પડતો હોય છે. સ્માર્ટ મીટર લગાવી પાલિકા મસમોટું બિલ પકડાવી રહી છે. પાલિકાને રજૂઆત બાદ આજથી નવું બિલ નહીં આવે પરંતુ અમારે પાછલું બિલ તો ભરવાનું બાકી છે. આટલા મોટા બિલ અમે કઈ રીતે ભરીએ અમારી એટલી આવક પણ નથી. અભિષેક ટાઉનશીપના રહીશોનું કહેવું છે કે પાલિકાનો આ નિર્ણય ખોટો છે અને અમારી રજૂઆત છે કે ફક્ત પેનલ્ટી જ નહીં સંપૂર્ણ બિલ માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે
What's Your Reaction?






