Suratમાં 20 માળ સુધી ફસાયેલાનું રેસ્કયૂ કરવું આસાન, વિદેશથી મંગાવ્યું હાઈડ્રોલિક લેડર
સુરતમાં 20 માળ સુધી ફસાયેલાનું રેસ્ક્યૂ કરવું આસાન બન્યું છે,જેમાં સુરત પાલિકાએ ફિનલેન્ડથી રૂ. 15 કરોડનું હાઈડ્રોલિક લેડર ખરીદ્યું છે.આ લેડર માત્ર 2 મિનિટમાં 70 મીટરની ઊંચાઈએ પહોંચી જશે અને 20 માળ સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરશે તો વધુ એક ટર્ન ટેબલ લેડર મશીન જર્મનીથી સુરત આવશે અને હાલ 70 મીટરના 2 હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.સુરતને છેલ્લા 6 વર્ષમાં ફાયર વિભાગને 44 ટકા વધુ કોલ મળ્યા છે. સુરતમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ બુઝાવવી સરળ બન્યું સુરતમાં રૂપિયા 15 કરોડનું નવું ફાયર એન્જીન આવ્યું છે,જે યુકેના ફિનલેન્ડથી મંગાવવામાં આવ્યું છે,70 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેનું એન્જીન તૈયાર થઈ ગયું છે.૧૫ કરોડ રૂપિયાના ખર્ચે મંગાવેલું મશીન હવે જોરદાર કામ કરશે અને આગ પર જલદીથી કાબુ મેળવી લેશે તો ૨૦ માળ સુધી આગ બુઝાવવા માટે કામ લાગશે આ મશીન,બીજી વાત કરવામાં આવે તો વધુ એક ટર્ન ટેબલ લેડર મશીન જર્મનીથી સુરત આવશે,હાલ ફાયર વિભાગ પાસે ૭૦ મીટર ના બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.૫૫ મીટરનું એક અને ૭૦ મીટર નું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન ઉપલબ્ધ છે.માત્ર 2 મિનિટમાં 20મા માળ સુધી પહોંચી શકાશે આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર 2 મિનિટમાં હાઈડ્રોલિક લેડર દ્વારા 16 માળ સુધી પહોંચી શકે છે. તે જગ્યા પરથી લોકોને રેસ્ક્યૂ કરીને સરળતાથી નીચે લાવી શકાય છે. આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાંડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે. મશીનનો ઉપયોગ કરવાથી અધિકારીઓનો સમય બચી શકે છે. વધુમાં, એકસાથે પાંચ લોકોને નીચે લાવવા માટે સક્ષમ આ મશીન ઓવરલોડ થઈ જાય ત્યારે ખાસ સેન્સર દ્વારા સલામતીનો ઈશારો આપે છે. સુરતમાં આગ લાગવાના કોલ વધારે હોય છે સુરતમાં છેલ્લા છ વર્ષોમાં શહેરમાં ફાયર વિભાગને કોલ મળવાની ઘટનામાં ૪૪ ટકાનો વધારો થયો છે જેને લઈ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે.વર્ષ ૨૦૧૯માં ફાયર ડિપાર્ટમેન્ટને મળેલા કોલની સંખ્યા ૪૩૭૮ હતી તો વર્ષ ૨૦૨૩માં ૬૩૪૬ પર પહોંચી ગઈ છે આ કોલ પૈકી આશરે ૭૦ ટકા કોલ આગ સંબંધિત હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 20 માળ સુધી ફસાયેલાનું રેસ્ક્યૂ કરવું આસાન બન્યું છે,જેમાં સુરત પાલિકાએ ફિનલેન્ડથી રૂ. 15 કરોડનું હાઈડ્રોલિક લેડર ખરીદ્યું છે.આ લેડર માત્ર 2 મિનિટમાં 70 મીટરની ઊંચાઈએ પહોંચી જશે અને 20 માળ સુધી આગ બુઝાવવા માટે કામગીરી કરશે તો વધુ એક ટર્ન ટેબલ લેડર મશીન જર્મનીથી સુરત આવશે અને હાલ 70 મીટરના 2 હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.સુરતને છેલ્લા 6 વર્ષમાં ફાયર વિભાગને 44 ટકા વધુ કોલ મળ્યા છે.
સુરતમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ બુઝાવવી સરળ બન્યું
સુરતમાં રૂપિયા 15 કરોડનું નવું ફાયર એન્જીન આવ્યું છે,જે યુકેના ફિનલેન્ડથી મંગાવવામાં આવ્યું છે,70 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેનું એન્જીન તૈયાર થઈ ગયું છે.૧૫ કરોડ રૂપિયાના ખર્ચે મંગાવેલું મશીન હવે જોરદાર કામ કરશે અને આગ પર જલદીથી કાબુ મેળવી લેશે તો ૨૦ માળ સુધી આગ બુઝાવવા માટે કામ લાગશે આ મશીન,બીજી વાત કરવામાં આવે તો વધુ એક ટર્ન ટેબલ લેડર મશીન જર્મનીથી સુરત આવશે,હાલ ફાયર વિભાગ પાસે ૭૦ મીટર ના બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.૫૫ મીટરનું એક અને ૭૦ મીટર નું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન ઉપલબ્ધ છે.
માત્ર 2 મિનિટમાં 20મા માળ સુધી પહોંચી શકાશે
આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર 2 મિનિટમાં હાઈડ્રોલિક લેડર દ્વારા 16 માળ સુધી પહોંચી શકે છે. તે જગ્યા પરથી લોકોને રેસ્ક્યૂ કરીને સરળતાથી નીચે લાવી શકાય છે. આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાંડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે. મશીનનો ઉપયોગ કરવાથી અધિકારીઓનો સમય બચી શકે છે. વધુમાં, એકસાથે પાંચ લોકોને નીચે લાવવા માટે સક્ષમ આ મશીન ઓવરલોડ થઈ જાય ત્યારે ખાસ સેન્સર દ્વારા સલામતીનો ઈશારો આપે છે.
સુરતમાં આગ લાગવાના કોલ વધારે હોય છે
સુરતમાં છેલ્લા છ વર્ષોમાં શહેરમાં ફાયર વિભાગને કોલ મળવાની ઘટનામાં ૪૪ ટકાનો વધારો થયો છે જેને લઈ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે.વર્ષ ૨૦૧૯માં ફાયર ડિપાર્ટમેન્ટને મળેલા કોલની સંખ્યા ૪૩૭૮ હતી તો વર્ષ ૨૦૨૩માં ૬૩૪૬ પર પહોંચી ગઈ છે આ કોલ પૈકી આશરે ૭૦ ટકા કોલ આગ સંબંધિત હોય છે.