Suratમાં 1500 સીસીટીવી કેમેરા ચેક કરીને 1.25 કરોડની ચોરીનો ઉકેલાયો ભેદ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માટે પડકારરૂપ બનેલા કેસને અનુભવના આધારે જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ,નાયબ કમિશનર ભાવેશ રોજીયાની ટીમ દ્રારા ઉકેલાયો છે.ઘોડદોડ રોડની 1.25 કરોડની ચોરની પ્રકરણમાં 1500 કેમેરા કરાયા ચેક અને આખરે ખુંખાર 3 સીકલીગર ગેંગના સભ્યોને પકડી પાડીને પીગાળેલું 1 કરોડનું સોનું-રોકડ કબજે લીધા છે.અલગ-અલગ જગ્યાએથી ઝડપાયા આરોપીઓ ક્રાઇમ બ્રાંચના 5 પીઆઈ અને 12 પીએસઆઈ તેમજ 80 પોલીસકર્મીની ભારે જેહમત બાદ મહેનત રંગ લાવી,ઘોડદોડ રોડ પર ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં 40 દિવસ પહેલા ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનમાંથી 9 મિનિટમાં 1.25 કરોડના સોના-ચાંદીના દાગીનાની ચોરીમાં ક્રાઇમબ્રાંચે પાપા સરદાર ઓપરેશન હાથ ધરી સીકલીગર ગેંગના રીઢા 3 ગુનેગારોને નામ કન્ફોર્મ થતા એક સમયે અને એક સાથે ત્રણ અલગ અલગ ટીમે મુંબઈ, ભરૂચ અને ખંભાતથી પકડી પાડયા છે. મુખ્ય આરોપી ખંભાતથી ઝડપાયો આરોપીઓ પાસેથી સોનાની લગડી રૂ.85.89 લાખ, સોનાના દાગીના 8.82 લાખ, રોકડ 6.50 લાખ મળી 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ગુનો ઉકેલવા ક્રાઇમબ્રાંચના 5 પીઆઈ અને 12 પીએસઆઈ તેમજ 80 પોલીસકર્મીઓની 25 દિવસની રાત દિવસ એક કરી ને ભારે જહેમત બાદ મહેનત રંગ લાવી છે. અસંખ્ય કોલ ડીટેલ એનાલિસ કાર્ય બાદ આરોપી કરનાલસીંગ ભરૂચના ચાવજ ગામે ઈકો કારમાંથી ઉતરી ચાલતો જતો દેખાય છે. ડીસીબીના સ્ટાફે એક સાથે 3 ટીમો બનાવી મુંબઈના થાણેથી સૂત્રધાર સસપાલસીંગને, ભરૂચથી કરનાલસીંગ અને ખંભાતથી શેરૂસીંગને ઊંચકી લીધા હતા. હજુ આ ગુનામાં 2 આરોપીઓ ફરાર જવેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે ટોટલ 5 આરોપી આવ્યા હતા. પોલીસનું ધ્યાન ભટકાવવા ચોરોએ વડોદરા ગોરવામાંથી ઈકો કારની ચોરી કરી ગુનાને અંજામ આપી ભરૂચમાં બિનવારસી મુકી દીધી હતી.ઘોડદોડ રોડના રંગીલા પાર્કથી લઈ રામચોક સુધીમાં 8 થી 10 જવેલર્સની રેકી કરી હતી બીજી તારીખે સસપાલસીંગ ચોરીની ઈકોકારમાં ઘોડદોડ રોડના રંગીલા પાર્કથી લઈ રામચોક સુધીમાં 8 થી 10 જવેલર્સની રેકી કરી હતી. પછી 4 તારીખે સસપાલસીંગ સાગરિતો સાથે ઈકોકારમાં આવ્યો ત્યારે જ્યાં જ્યાં રેકી કરી હતી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવાથી ચોરી કરી શક્યો ન હતો. છેવટે ટર્નીગ પોઇન્ટમાં ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ન દેખાતા તેણે ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચે પકડેલા ખુંખાર સીકલીગર ગેંગના આરોપી 1. સસપાલસીંગ ઉર્ફે સતપાલ ઉર્ફે પાપા તારાસીંગ કલાણી(34) (રહે, શિવાયનગર, મુંબઈ, મૂળ રહે,નાંદેડ, મહારાષ્ટ્ર), 2. શેરૂસીંગ કાલુસીંગ તીલપીતીયા(36)(રહે,પુલકુવા સોસા,ખંભાત,આણંદ), 3. કરનાલસીંગ ઉર્ફે પીલુસીંગ હરીસીંગ ટાંક (32) (રહે, રાધે સોસા, ભરૂચ સીકલીગર ગેંગે દાગીના 3 વેપારીને અડધા ભાવે વેચ્યા કરોડોના સોના-ચાંદીના દાગીના સીકલીગર ગેંગના કરનાલસીંગએ ભરૂચમાં 3 સોનાના વેપારીને અડધા ભાવે વેચી દીધા હતા. વેપારીએ તે સોનાના દાગીના ભઠ્ઠીમાં ગાળી નાખ્યા હતા. વેપારીએ સસ્તામાં દાગીના લેવામાં લાખોની રકમ ગુમાવી પડી છે. પોલીસે વેપારીઓ પાસેથી સોનું કબજે કરી લીધું છે. આવા સોનાના વેપારીઓ સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઇએ તો જ બીજીવાર ચોરીનું સોનું લેતા આવા લોકો અટકશે. સસપાલસીંગે અમદાવાદમાં 23 જવેલર્સમાં ચોરી કરી હતી રીઢો ખુંખાર ગુનેગાર સસપાલસીંગે વર્ષ 2011-12માં અમદાવાદ શહેરમાં 6 મહિનામાં 23 જવેલર્સની દુકાનમાં ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. 2019-20માં રાજસ્થાનમાં દોઢ કરોડ રૂપિયાની ચોરી અને 2023માં મહારાષ્ટ્રમાં ઘરમાંથી 26 તોલાના દાગીનાની ચોરી કરી હતી. અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સસપાલસીંગ 27 ગુનામાં પકડાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -