Suratમા વેપારીએ આપઘાત કરતા થયો મોટો ખુલાસો,4લોકોએ અપહરણ કરી ગોંધી રાખ્યો હતો

વેપારી રાકેશ ચૌધરીએ આપઘાત કર્યાનું ખૂલ્યું પત્નીનો ફોન કરીને કહ્યું હતું ‘આ મારો છેલ્લો કોલ’ મૃતકને સુરતની હોટલમાં ગોંધી રખાયો હતો સુરતમાં કાપડના શંકાસ્પદ મોતને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે,જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,વેપારીનું 4 વેપારીઓએ અપહરણ કરી સુરતની હોટલમાં ગોંધી રાખ્યો હતો અને 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેને લઈ વેપારી નિરાશ થઈ ગયો હતો,હોટલમા બાથરૂમની બારીમાંથી કૂદીને વેપારીએ આપઘાત કરતા પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી,પરંતુ સમગ્ર ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરતા સત્ય સામે આવ્યું હતુ. અપહરણ કરીને વેપારીને હોટલમાં લઈ ગયા હતા વેપારીઓએ મૃતકનું અપહરણ કરીને એક હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ધમકાવવામાં આવ્યો હતો.મૃતક રાકેશ ચૌધરીને સાડીના વેપારી પાસેથી 40 લાખ રૂપિયા લેવાના હતા અને તે રૂપિયા ના આવ્યા હોવાથી તેની રૂપિયા અટકયા હતા અને તે આગળ રૂપિયા ચૂકવી શકયો ન હતો.જેના કારણે તેણે હોટલની બારીમાંથી કૂદીને આપઘાત કર્યો હતો.મૃતકે પત્ની ને કોલ કરી ને જણાવ્યું હતુ કે આ મારો છેલ્લો કોલ છે જેના કારણે પત્ની સુરત પહોંચી અને પતિ સાથેનો છેલ્લો ફોટો પોલીસને બતાવ્યો તો પોલીસે સમગ્ર કેસને જોતા 4 લોકો સામે ગુનો નોંધ્યો છે.ડિંડોલી પોલીસે સમગ્ર કેસ જોતા 4 સામે ગુનો નોંધાયો.પત્નીએ સમગ્ર ઘટના પોલીસને જણાવી મૃતક વેપારીએ આપઘાત કરતા પોલીસ ધંધે લાગી હતી,પોલીસને જોઈએ તે રીતે કડી મળી ન હતી,પરંતુ મૃતકે તેની પત્નીને છેલ્લો ફોન કર્યો અને કહ્યું કે આ મારો છેલ્લો ફોન છે તેને લઈ પત્ની પોલીસ સાથે પહોંચી હતી અને મૃતક સાથે જે ઘટના બની હતી તેને લઈ તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે પોલીસે મૃતકના કોલ ડીટેઈલના આધારે સમગ્ર ઘટનામાં તપાસ કરી જેમાં સામે આવ્યું કે 4 વેપારીઓ દ્રારા તેનું અપહરણ કરાયુ છે અને તેને હોટલમાં ગોંધી રાખ્યો હતો,પોલીસે 4 વેપારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. પત્નીને આ વાત સાંભળીને ઢળી પડી રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ આરોપીઓએ મૃતક રાકેશની પત્નીના એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.  

Suratમા વેપારીએ આપઘાત કરતા થયો મોટો ખુલાસો,4લોકોએ અપહરણ કરી ગોંધી રાખ્યો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેપારી રાકેશ ચૌધરીએ આપઘાત કર્યાનું ખૂલ્યું
  • પત્નીનો ફોન કરીને કહ્યું હતું ‘આ મારો છેલ્લો કોલ’
  • મૃતકને સુરતની હોટલમાં ગોંધી રખાયો હતો

સુરતમાં કાપડના શંકાસ્પદ મોતને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે,જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,વેપારીનું 4 વેપારીઓએ અપહરણ કરી સુરતની હોટલમાં ગોંધી રાખ્યો હતો અને 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેને લઈ વેપારી નિરાશ થઈ ગયો હતો,હોટલમા બાથરૂમની બારીમાંથી કૂદીને વેપારીએ આપઘાત કરતા પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી,પરંતુ સમગ્ર ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરતા સત્ય સામે આવ્યું હતુ.

અપહરણ કરીને વેપારીને હોટલમાં લઈ ગયા હતા

વેપારીઓએ મૃતકનું અપહરણ કરીને એક હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ધમકાવવામાં આવ્યો હતો.મૃતક રાકેશ ચૌધરીને સાડીના વેપારી પાસેથી 40 લાખ રૂપિયા લેવાના હતા અને તે રૂપિયા ના આવ્યા હોવાથી તેની રૂપિયા અટકયા હતા અને તે આગળ રૂપિયા ચૂકવી શકયો ન હતો.જેના કારણે તેણે હોટલની બારીમાંથી કૂદીને આપઘાત કર્યો હતો.મૃતકે પત્ની ને કોલ કરી ને જણાવ્યું હતુ કે આ મારો છેલ્લો કોલ છે જેના કારણે પત્ની સુરત પહોંચી અને પતિ સાથેનો છેલ્લો ફોટો પોલીસને બતાવ્યો તો પોલીસે સમગ્ર કેસને જોતા 4 લોકો સામે ગુનો નોંધ્યો છે.ડિંડોલી પોલીસે સમગ્ર કેસ જોતા 4 સામે ગુનો નોંધાયો.


પત્નીએ સમગ્ર ઘટના પોલીસને જણાવી

મૃતક વેપારીએ આપઘાત કરતા પોલીસ ધંધે લાગી હતી,પોલીસને જોઈએ તે રીતે કડી મળી ન હતી,પરંતુ મૃતકે તેની પત્નીને છેલ્લો ફોન કર્યો અને કહ્યું કે આ મારો છેલ્લો ફોન છે તેને લઈ પત્ની પોલીસ સાથે પહોંચી હતી અને મૃતક સાથે જે ઘટના બની હતી તેને લઈ તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે પોલીસે મૃતકના કોલ ડીટેઈલના આધારે સમગ્ર ઘટનામાં તપાસ કરી જેમાં સામે આવ્યું કે 4 વેપારીઓ દ્રારા તેનું અપહરણ કરાયુ છે અને તેને હોટલમાં ગોંધી રાખ્યો હતો,પોલીસે 4 વેપારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

પત્નીને આ વાત સાંભળીને ઢળી પડી

રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ આરોપીઓએ મૃતક રાકેશની પત્નીના એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.