Suratની જેલમાં ડોક્ટરની નકલીની દુકાન, કેદમાં છતાં સહી-સિક્કા સાથે બન્યું સર્ટિફિકેટ

Jan 17, 2025 - 11:31
Suratની જેલમાં ડોક્ટરની નકલીની દુકાન, કેદમાં છતાં સહી-સિક્કા સાથે બન્યું સર્ટિફિકેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ડોક્ટર મહેન્દ્ર પટેલ ફરી નકલી સર્ટિફિકેટ મામલે વિવાદમાં જોવા મળ્યા. ડો. મહેન્દ્ર જેલમાં સજા કાપતા હોવા છતાં તેમના નામ અને સહી-સિક્કા સાથે સર્ટિફિકેટ ઇશ્યુ થયું. ડોક્ટર જેલમાં છતાં સર્ટિફિકેટ બનતા અનેક સવાલો ઉભા થયા.

નકલીનો કારોબાર

રાજ્યમાં નકલીનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. લોકો લાભ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવવા ખોટી રીતે સર્ટિફિકેટ મેળવવા પ્રયાસ કરે છે. નકલી પોલીસ, નકલી પોલીસસ્ટેશન, નકલી અધિકારી, નકલી ડોક્ટર બાદ નકલીની પરંપરા ચાલુ રહી છે. તાજેતરમાં નકલી મેડિકલ સર્ટિફિકેટ મળી આવ્યાનો કિસ્સો સામે આવ્યો. મેડિકલ સર્ટિફિકેટ નકલી હોવાની શંકા ત્યારે ગઈ જ્યારે ધ્યાનમાં આવ્યું કે ડોક્ટર જેલમાં કેદ છે. છતાં પણ ડોક્ટરના સહી-સિક્કા સાથે સર્ટિફિકેટ બન્યું. આ ડોક્ટરનું નામ મહેન્દ્ર લાલુભાઈ પટેલ છે.

ક્રાઈમ બ્રાંચ અને આરોગ્ય વિભાગ માટે પડકાર

11 જાન્યુઆરીએ ડો.મહેન્દ્ર પટેલ જેલ ભેગો થયો હતો. છતાં ડોક્ટરના નામના સહી-સિક્કા સાથે 12મીએ સર્ટિફિકેટ ઇશ્યુ થયું. આ નકલી સર્ટિફિકેટ અમરોલીની ખાનગી હોસ્પિટલમાંથી સર્ટિ.ઇશ્યૂ થયું હોવાની પણ અટકળો થઈ રહી છે. જેલમાં રહી ડો.મહેન્દ્ર પટેલે કેવી રીતે સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું તે સુરત ક્રાઇમ બ્રાંચ અને આરોગ્ય વિભાગ માટે પણ પડકાર છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નવા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે. શું જેલમાં બેસી ડોકટરે નકલીની દુકાન શરૂ કરી છે? કે પછી ડોક્ટર ના નામે અન્ય કોઈ સર્ટિફિકેટ આપે છે? કે પછી આવી કારીગીરી કરવા ડોક્ટરે રોકડી રળવા મળતિયાને સ્ટેમ્પ અને સહી-સિક્કા આપી દીધા છે. નકલીના કારોબાર પર શું પોલીસ કે તંત્ર કડક વલણ અપનાવશે?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0