Suratના પાંડેસરામાં દબાણ હટાવવા ગયેલી મનપા ટીમ સાથે ઘર્ષણ, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે ફરી એકવાર વિવાદ સર્જાયો હતો. જેમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લારીધારકો અને સ્થાનિકોનું ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતુ કે મહિલાઓ અને કેટલાક પુરુષો મનપાના કર્મચારીઓ સાથે દબાણ હટાવવા મુદ્દે બબાલ કરી હતી. દબાણ હટાવવા પહોંચેલી મનપાની ટીમ સાથે આ લારીધારકો અને સ્થાનિકોએ ઉગ્ર ઘર્ષણ જોતા સાથે રહેલી પોલીસ ટીમે સમગ્ર મામલો સંભાળ્યો હતો.
દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા લારીધારકો અને સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી. જોકે દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા જ લારીધારકો અને સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોતજોતામાં આ દબાણ હટાવવાનો વિરોધ ઘર્ષણમાં પરિણમ્યો હતો. જેમાં દબાણ હટાવવા આવેલી ટીમ સાથે બોલાચાલી થઈ હતી. જેમા સ્થાનિકો અને લારીધારકોએ દબાણ હટાવવા પહોંચેલી મનપા અને પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો હોલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
સ્થાનિકો માટે વિરોધ અને ઘર્ષણના બનાવો બન્યા સામાન્ય
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે દબાણ હટાવવા ગયેલૂ ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ થતા એવુ લાગી રહ્યું છે કે સ્થાનિકો દ્વારા વિરોધ અને ઘર્ષણના બનાવો સામાન્ય બન્યા હોય. તદુપરાંત પાલીસ દ્વારા વાયરલ થયેલા વીડિયોના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
What's Your Reaction?






