Suratના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ,જુઓ Video

સુરતના ગ્રામ્યમાં વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા જનજીવન થયું સામન્ય કામરેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો.કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસતા શહેરીજનોને ઠંડકનો અહેસાસ થયો હતો,ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે વરસાદ થઈ રહ્યો છે.થોડાક દિવસોના વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. સુરતમાં કેટલો ઈંચ વરસાદ નોંધાયો અત્યારસુધી જુલાઈ મહિનામાં સુરતમાં સારો વરસાદ નોંધાયો છે,જેના કારણે ડેમ અને ચેકડેમો પાણીથી છલકાઈ ગયા છે,અત્યારસુધી સુરતમા સરેરાશ 40 થી 42 ઈંચ વરસાદ નોંધાયો છે,સુરત શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદ નથી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોના પાકને નવજીવન મળશે,સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં હોવાથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો સુરત,નવસારી,ભરૂચમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યો છે,ખેડૂતોને પણ પાકમાં રાહત મળી છે,ત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થતા પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે,સાથે સાથે સુરતમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી,સુરતમાં સામન્ય વરસાદમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. હવામાન વિભાગની શું છે આગાહી બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતું હોવાથી ઓગસ્ટમાં સરેરાશ જેટલો વરસાદ પડી શકે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી શક્યતા છે.ઓગસ્ટ મહિના દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી શક્યતા હોવાનું હવામાન નિષ્ણાંત રામશ્રેય યાદવનું કહેવું છે.

Suratના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના ગ્રામ્યમાં વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ
  • ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા જનજીવન થયું સામન્ય
  • કામરેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો.કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસતા શહેરીજનોને ઠંડકનો અહેસાસ થયો હતો,ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે વરસાદ થઈ રહ્યો છે.થોડાક દિવસોના વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.

સુરતમાં કેટલો ઈંચ વરસાદ નોંધાયો અત્યારસુધી

જુલાઈ મહિનામાં સુરતમાં સારો વરસાદ નોંધાયો છે,જેના કારણે ડેમ અને ચેકડેમો પાણીથી છલકાઈ ગયા છે,અત્યારસુધી સુરતમા સરેરાશ 40 થી 42 ઈંચ વરસાદ નોંધાયો છે,સુરત શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદ નથી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોના પાકને નવજીવન મળશે,સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં હોવાથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો

સુરત,નવસારી,ભરૂચમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યો છે,ખેડૂતોને પણ પાકમાં રાહત મળી છે,ત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થતા પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે,સાથે સાથે સુરતમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી,સુરતમાં સામન્ય વરસાદમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.

હવામાન વિભાગની શું છે આગાહી

બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતું હોવાથી ઓગસ્ટમાં સરેરાશ જેટલો વરસાદ પડી શકે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી શક્યતા છે.ઓગસ્ટ મહિના દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી શક્યતા હોવાનું હવામાન નિષ્ણાંત રામશ્રેય યાદવનું કહેવું છે.