Surat:નવરાત્રિના પ્રારંભે આયોજકોની ઘોર બેદરકારી; ગરબા આયોજકો પાસે ફાયર NOC જ નથી, ખેલૈયાઓની સુરક્ષા રામભરોસે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી સમગ્ર રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ પવિત્ર આસો નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે અને ગરબા મહોત્સવ શરૂ થવામાં ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાંથી ગરબા આયોજકોની ઘોર લાપરવાહી અને સુરક્ષાના માપદંડો સાથે ચેડાં કરતી ગંભીર વિગતો સામે આવી છે. સુરતમાં યોજાનારા 13 મોટા વ્યાવસાયિક ગરબા આયોજનોમાંથી માત્ર 8 આયોજકોને જ ફાયર સેફ્ટી NOC મળી શકી છે, જ્યારે હજુ પણ 5 મોટા આયોજકો પાસે ફાયર વિભાગનું માન્ય એનઓસી પ્રમાણપત્ર નથી.
30 મુદ્દાની માર્ગદર્શિકા છતાં આયોજકોની ઘોર ઢીલાશ
સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નવરાત્રિના આયોજનો માટે એક મહિના અગાઉથી 30 મુદ્દાની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.આ ગાઈડલાઈનમાં ઈમરજન્સી એક્ઝિટ, ફાયર એક્સટિંગ્વિશર, પહોળા પ્રવેશદ્વાર, વોટર સ્પ્રિંકલર તેમજ ઈલેક્ટ્રિકલ વાયરિંગના સેફ્ટી ઓડિટ જેવા નિયમો ફરજિયાત કરવામાં આવ્યા હતા.તેમ છતાં અનેક આયોજકોએ આ નિયમોને હળવાશથી લઈ છેલ્લી ઘડી સુધી જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં ઢીલાશ દાખવી હતી.
ફાયર વિભાગે NOC અટકાવી
ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ક્રૂટિની અને સ્થળ તપાસ દરમિયાન પાંચ મોટા આયોજકોની અરજીઓમાં ગંભીર ક્ષતિઓ અને સુરક્ષાના અભાવો જોવા મળ્યા હતા.નિયત માપદંડો મુજબની ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને પૂરતા ઈમરજન્સી માર્ગો કાગળ પર અને સ્થળ પર મેચ ન થતાં તંત્રએ તાત્કાલિક NOC આપવાનો ઇનકાર કર્યો છે.ફાયર વિભાગે બાકી રહેલા તમામ પાંચેય આયોજકોને તાકીદની કડક સૂચના આપી છે કે તમામ સુરક્ષા ખામીઓની પૂર્તતા કર્યા વિના કોઈપણ સંજોગોમાં ગરબાનું સંચાલન કરવાની મંજૂરી મળશે નહીં.ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલ
તાજેતરમાં જ સુરતના એક મોટા પ્રિ-નવરાત્રિ ગરબા ડોમમાં ભીડ બેકાબૂ બનવાની અને બેરિકેડ્સ તૂટવાની ઘટના બની ચૂકી છે, ત્યારે હજારોની જનમેદની એકત્ર થતી હોય તેવા મોટા આયોજનોમાં ફાયર NOC વિના ગરબા રમવા દેવા એ લોકોના જીવ જોખમમાં મૂકવા સમાન છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓમાં આયોજકોની આ મનમાની અને લાપરવાહી સામે ભારે રોષ ફેલાયો છે. ફાયર વિભાગ અને પોલીસ તંત્ર આ ખામીયુક્ત આયોજનો સામે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Gandhinagar News: મનપાના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર, આજે 130 ઉમેદવારોનું ભાવી નક્કી થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

