Surat: સ્પાના નામે દેહવ્યાપારનું હાઈટેક નેટવર્ક ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Feb 22, 2026 - 09:00
Surat: સ્પાના નામે દેહવ્યાપારનું હાઈટેક નેટવર્ક ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. દેહવ્યાપાર અને સ્પાની આડમાં ચાલતા અનૈતિક વ્યવસાયના બે ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપી શેખર સાળુંકેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અત્યંત શાતિર રીતે ઓનલાઈન પેમેન્ટ મેળવીને સેક્સ રેકેટ ચલાવતો હતો.

ઓનલાઈન પેમેન્ટ અને હાઈટેક મોડસ ઓપરેન્ડી

આરોપી શેખર સાળુંકે સ્પા સેન્ટરના બહાને દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસથી બચવા અને ટ્રાન્ઝેક્શન છુપાવવા માટે તે ગ્રાહકો પાસેથી QR કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો. આ ડિજિટલ પદ્ધતિ દ્વારા તે લાંબા સમયથી પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.

વર્ષ 2025નો મામલો અને પોલીસ રેડ

નોંધનીય છે કે, વર્ષ 2025માં મહિધરપુરા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવેલી રેડ દરમિયાન 6 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. આ ઓપરેશન સમયે શેખર સાળુંકે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલો આરોપી શેખર સાળુંકે કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ અગાઉ સુરતના અલગ-અલગ પોલીસ મથકોમાં 15 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે દેહવ્યાપારના બે મુખ્ય ગુનાઓમાં વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો છે.

આ પણ વાંચો: Surat: સગીરાનું અપહરણ કરી દાહોદમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પાલ પોલીસે દબોચ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0