Surat: સુમુલ ડેરીમાં નિવૃત્ત MDની પુનઃનિમણૂક સામે વિવાદ, ડૉ. પી. આર. પાંડેની નિમણૂકની તપાસની માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની સુમુલ ડેરીમાં નિવૃત્ત મેનેજિંગ ડિરેક્ટર (MD) ડૉ. પી. આર. પાંડેને ફરી જવાબદારી સોંપવાના નિર્ણય સામે વિવાદ ઊભો થયો છે. તેમની પુનઃનિમણૂકની કાયદેસરતા અને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવી ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ મુદ્દે સરકારને આવેદનપત્ર પાઠવી તપાસની રજૂઆત કરી છે.
નિવૃત્ત અધિકારીને ફરી જવાબદારી સોંપવા સામે વિરોધ
દર્શન નાયકે રજૂઆતમાં સવાલ કર્યો છે કે ઓએસડી તરીકેની જવાબદારી બાદ ડૉ. પી. આર. પાંડેને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપવાનો નિર્ણય કઈ પ્રક્રિયા અને કયા નિયમો હેઠળ લેવામાં આવ્યો છે? નિવૃત્ત અધિકારીને ફરી સત્તા સોંપવાના નિર્ણયની કાયદેસરતા તપાસવાની માગ પણ કરવામાં આવી છે.
બોર્ડના ઠરાવ અને મહેનતાણાની વિગતો જાહેર કરવાની માગ
આવેદનપત્રમાં ડૉ. પાંડેની નિમણૂક અંગે બોર્ડે કરેલા ઠરાવની વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે. તેમની જવાબદારી, સત્તા અને મહેનતાણા અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. સુમુલ જેવી મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો ધરાવતી સંસ્થામાં નાણાકીય સત્તાઓ કોના હાથમાં છે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
બેંક ખાતાં અને પ્રોજેક્ટ્સની તપાસની માગ
રજૂઆતમાં સુમુલ ડેરીનાં બેંક ખાતાં અને વિવિધ પ્રોજેક્ટ્સની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. સંસ્થામાં નાણાકીય વ્યવહારો અને વહીવટી નિર્ણયોની પારદર્શિતા જળવાય તે માટે વિશેષ ઓડિટ કરાવવાની પણ માગ છે.
સહકારી મંડળી અધિનિયમ હેઠળ તપાસની રજૂઆત
દર્શન નાયકે સહકારી મંડળી અધિનિયમની કલમ 84, 85 અને 86 હેઠળ તપાસ હાથ ધરવાની રજૂઆત કરી છે. કેન્દ્રીય સહકાર મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે.3,500 કર્મચારીઓની સંસ્થામાં નિમણૂકનો મુદ્દો ચર્ચામાં
આવેદનપત્રમાં જણાવાયું છે કે સુમુલ ડેરીમાં આશરે 3,500 કર્મચારીઓ કાર્યરત છે. આવી મોટી સંસ્થામાં યુવા અધિકારીઓને તક આપવાને બદલે નિવૃત્ત અધિકારીને ફરી જવાબદારી સોંપવા સામે સવાલો ઊભા થયા છે. હવે સરકાર અને સંબંધિત સત્તાધીશો આ રજૂઆત અંગે શું પગલાં લે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

