Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીની જાહેરમાં છેડતી: સ્થાનિકોએ વિધર્મી વૃદ્ધને ચખાડ્યો મેથીપાક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી. યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.
યુવતીએ 112 પર કોલ કરીને બોલાવી પોલીસ
યુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
પોલીસે છેડતી કરનાર વૃદ્ધની કરી અટકાયત
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેથીપાક પામેલા વિધર્મી વૃદ્ધને ગુસ્સે ભરાયેલા લોકોના હાથમાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે યુવતીની છેડતી કરનાર વૃદ્ધની કાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે ખસેડ્યો છે. પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલ પરિસરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આગળની તપાસ શરુ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

