Surat: સરથાણામાં સિગરેટ પીવાની ના પાડતા વોચમેનનું બાઈક સળગાવી મૂક્યું

Mar 5, 2026 - 14:00
Surat: સરથાણામાં સિગરેટ પીવાની ના પાડતા વોચમેનનું બાઈક સળગાવી મૂક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરથાણામાં આવેલા શાયોના પ્લાઝામાં લુખ્ખાઓએ આતંક મચાવી એક નિર્દોષ વોચમેનના બાઈકને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

 સરથાણામાં લુખ્ખાઓનો આતંક

મળતી માહિતી મુજબ, સરથાણાના શાયોના પ્લાઝામાં કેટલાક લુખ્ખાઓ સિગરેટ પીતા હતા. કોમ્પ્લેક્સની મર્યાદા જાળવવા અને ફરજના ભાગરૂપે ત્યાંના વોચમેને આ શખ્સોને જાહેરમાં સિગરેટ પીવાની મનાઈ કરી હતી. વોચમેનની આ વાતથી લુખ્ખાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે બોલાચાલી કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ વોચમેનને પાઠ ભણાવવાના ઈરાદે ત્યાં પાર્ક કરેલા તેમના બાઈક પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને આગ લગાડી દીધી હતી.

સીસીટીવીમાં કેદ આતંક

બાઈક ભડભડ સળગતું જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લુખ્ખાઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં લુખ્ખાઓ સ્પષ્ટપણે બાઈક સળગાવતા જોવા મળી રહ્યા છે. વોચમેને આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Surat: મોટા વરાછામાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, હવામાં ફંગોળાયેલા યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0