Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે

Aug 3, 2026 - 18:00
Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સૌથી વ્યસ્ત ગણતા સુભાષ બ્રિજ પર તિરાડો પડી ગયા બાદ તેને સુરક્ષાના ભાગ રૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરી અને તેની બાજુમાં અન્ય બે બ્રિજ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવાયો હતો. મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 236 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે.

કોર્પોરેશનને 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા સેવાઈ રહી છે.રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વિગતો આપતા જણાવ્યું હતું કે,બ્રિજની ડિઝાઇનની ફી 1.7 ટકાથી ઘટાડીને 0.30 ટકા કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.

બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત,બ્રિજના કામકાજ દરમિયાન Schedule of Rates સિવાયની બાબતો પર લાગતો GST પણ કાપી લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા લેવાયેલા આ આર્થિક અને તકનીકી નિર્ણયોના પરિણામે સુભાષબ્રિજના કુલ નિર્માણ ખર્ચમાં AMCને રૂ.7 થી 10 કરોડ સુધીનો સીધો ફાયદો થશે. કમિટીના આ નિર્ણયથી કરદાતાઓના નાણાંની મોટી બચત થશે અને બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશે.

આ પણ વાંચોઃ Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0