Surat: સરકારી નાણાંની ઉચાપત કરનાર માજી સરપંચ 11 વર્ષે ઝડપાયો, 28 લાખની ગેરરીતિનો મામલો
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઇચ્છાપોર વિસ્તારમાં સરકારી નાણાંની ઉચાપત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે 11 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો, પરંતુ હવે તેની ધરપકડ થતાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે સરકારી નાણાંની ઉચાપત કરનાર આરોપી, માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલને આખરે ઝડપી પાડ્યો છે. આ ગુનો વર્ષ ૨૦૧૪માં આચરવામાં આવ્યો હતો, જ્યારે આરોપી અનુરાગ પટેલે તલાટી સાથે મળીને ગંભીર નાણાકીય ગેરરીતિ કરી હતી.
નાણાની ઉચાપત કરનાર 11વર્ષે ઝડપાયો
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપીએ તે સમયે ખોટા બિલ બનાવી અને સરકારી ચોપડે ખોટી એન્ટ્રીઓ પાડી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા આરોપીએ સરકારી તિજોરીના રૂપિયા ૨૮ લાખની માતબર રકમની ઉચાપત કરી હતી.આ સમગ્ર મામલે તે સમયે જ આરોપી વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, આરોપી અનુરાગ પટેલ લાંબા સમયથી પોલીસ પકડમાંથી ફરાર હતો. લાંબી શોધખોળ અને તપાસ બાદ આખરે પોલીસે પૂર્વ સરપંચ અનુરાગ પટેલને ઝડપી પાડ્યો છે.
પોલીસે પૂર્વ સરપંચ અનુરાગ પટેલને ઝડપ્યો
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 11 વર્ષે આરોપી ઝડપાતા આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને પોલીસ આ ઉચાપત પ્રકરણની વધુ તપાસ હાથ ધરી રહી છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
