Surat: શહેરમાં વહેલી સવારે 5 સ્થળે લૂંટથી ગભરાટ, રાહદારીઓ અને વાહનચાલકો પર ચાકુથી હુમલા

Nov 19, 2026 - 12:30
Surat: શહેરમાં વહેલી સવારે 5 સ્થળે લૂંટથી ગભરાટ, રાહદારીઓ અને વાહનચાલકો પર ચાકુથી હુમલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં આજે વહેલી સવારે લૂંટની એક પછી એક 5 ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર લોકો પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. એક ઘટનામાં લૂંટારુઓએ ચાકુ મારીને મોબાઈલ લૂંટી લીધો હતો.

મહિધરપુરા, કતારગામ અને વરાછામાં લૂંટ

શહેરમાં કુલ 5 સ્થળોએ લૂંટની ઘટનાઓ બની હતી. જેમાં વરાછામાં 2, મહિધરપુરામાં 2 અને કતારગામમાં 1 ઘટના નોંધાઈ છે. આરોપીઓએ અલગ-અલગ સ્થળોએ 5થી વધુ રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા.

પ્રતિકાર કરનાર પર ચાકુથી હુમલો

લૂંટ દરમિયાન કેટલાક લોકોએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ તેમના પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાઈક પર આવેલા શખ્સોએ ચાકુ મારી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ 5 સ્થળોએ બની લૂંટની ઘટનાઓ

વરાછા – શિવપાર્ક

વરાછા – લાભેશ્વર

મહિધરપુરા – આયુર્વેદિક કોલેજ

મહિધરપુરા – સુમુલ ડેરી રોડ

કતારગામ – ગજેરા સર્કલCCTVના આધારે લૂંટારુઓની શોધખોળ

ઘટનાઓની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક જ સવારે પાંચ સ્થળોએ બનેલી લૂંટની ઘટનાઓને પગલે શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. 


આ પણ વાંચો :   Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0