Surat: વ્યાજખોરોમાં ફફડાટ, ગૃહમંત્રીના હસ્તે પીડિતોને રૂ.1 કરોડથી વધુની મૂડી પરત કરાઇ

વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. પીડિત લોકોને 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે.  વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકોને મૂડી પરત કરવામાં આવી છે. જેમાં સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસે પીડિત લોકોને તેમની 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે. જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીપોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં કેન્દ્ર સરકાર અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.

Surat: વ્યાજખોરોમાં ફફડાટ, ગૃહમંત્રીના હસ્તે પીડિતોને રૂ.1 કરોડથી વધુની મૂડી પરત કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી
  • પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે
  • 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે

ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. પીડિત લોકોને 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે.

 વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી

ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકોને મૂડી પરત કરવામાં આવી છે. જેમાં સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે કુલ 94 લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસે પીડિત લોકોને તેમની 1 કરોડથી વધુની મૂડી પરત કરી છે.

ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી 

વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે.

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે. જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે.

પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી

પોલીસે લોકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં કેન્દ્ર સરકાર અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.