Surat: રેલ્વે સ્ટેશન પર DRIનો મોટો સપાટો, કરોડોના કોકેઈન સાથે વિદેશી મહિલા ઝડપાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં DRI ની સુરત ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલ્વે સ્ટેશન પરથી એક વિદેશી મહિલાને કરોડોની કિંમતના માદક પદાર્થો સાથે ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં રેડ
DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મુંબઈથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ મેઈલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેન જ્યારે સુરત સ્ટેશન પર પહોંચી ત્યારે તેના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા અગફેડો ઓસાટાહેવમેન જોયને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત
મહિલાની બેગની તપાસ કરતા તેમાંથી અત્યંત કિંમતી માદક પદાર્થો મળી આવ્યા હતા. કોકેઈન 900 ગ્રામ, મેથાફેટામાઇન 50 ગ્રામ આ જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
મોટા ખુલાસા થવાની શક્યતા
DRI એ વિદેશી મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ડ્રગ્સનો જથ્થો તે મુંબઈમાં કોની પાસેથી લાવી હતી અને પંજાબમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. આ ઓપરેશન દ્વારા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે DRI એ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી દિવસોમાં મોટા નામો ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો:જયરાજ આહીરની ધરપકડ પર મંત્રી પરષોત્તમ સોલંકીનું નિવેદન, મુખ્યમંત્રી અને સમાજની એકતાથી ન્યાયની જીત થઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

