Surat: યુ.કે. જઈ કમાણી કરવાના સપના પર ફેરવી દીધું પાણી! અડાજણમાં વર્ક પરમિટના બહાને મહિલા સાથે 16.80 લાખની છેતરપિંડી

Nov 6, 2026 - 09:00
Surat: યુ.કે. જઈ કમાણી કરવાના સપના પર ફેરવી દીધું પાણી! અડાજણમાં વર્ક પરમિટના બહાને મહિલા સાથે 16.80 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિદેશ જવાની ઘેલછા ધરાવતા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી લાખો રૂપિયા પડાવતા બોગસ વિઝા એજન્ટો અને ઇમિગ્રેશન કન્સલ્ટન્સીઓનો વધુ એક કાળો ચહેરો સુરતમાં સામે આવ્યો છે. શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે યુનાઇટેડ કિંગડમ (UK) ના વર્ક વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડવાના નામે રૂપિયા 16.80 લાખની તોતિંગ છેતરપિંડી આચરવામાં આવી છે. મુંબઈ ખાતે કાર્યરત ‘એચીવ ઇન્ટરનેશનલ’ નામની ફર્મના સંચાલકોએ મહિલાને યુ.કે.માં કાયદેસરની નોકરી અને વર્ક પરમિટ અપાવવાની લોભામણી લાલચો આપીને તબક્કાવાર લાખો રૂપિયા પડાવી લીધા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતાં અને નાણાં પણ પરત ન અપાતાં ભોગ બનનાર મહિલાએ આખરે અડાજણ પોલીસ સ્ટેશનમાં બંને સંચાલકો વિરુદ્ધ સત્તાવાર ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

યુ.કે. વર્ક વિઝાની લાલચ આપી ₹16.80 લાખ પડાવ્યા

ભોગ બનનાર મહિલા વિદેશ જઈ રોજગારી મેળવવા ઇચ્છતી હોવાથી તેમણે મુંબઈની ‘એચીવ ઇન્ટરનેશનલ’ ફર્મનો સંપર્ક સાધ્યો હતો. પેઢીના સંચાલકો હીના સુરા અને રોહિતસિંગ સોગરાએ મહિલાને યુ.કે.ના વર્ક વિઝા સરળતાથી અને ઝડપથી અપાવી દેવાની મોટી-મોટી બાંહેધરી આપી વિશ્વાસ કેળવ્યો હતો.વિઝા પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન, એમ્બેસી ચાર્જીસ અને વર્ક પરમિટ લેટરના બહાના હેઠળ સંચાલકોએ ફરિયાદી મહિલા પાસેથી કટકે-કટકે કુલ ₹16.80 ની તોતિંગ રકમ મેળવી લીધી હતી. નાણાં ચૂકવી દીધા બાદ મહિલા દ્વારા વિઝા અંગે પૂછપરછ કરવામાં આવતાં સંચાલકોએ વારંવાર બહાનાબાજી શરૂ કરી હતી. આખરે વિઝા પણ ન આપ્યા અને નાણાં પણ પરત ન આપી છેતરપિંડી આચરી હોવાનું સ્પષ્ટ થતાં મહિલા પોલીસના દ્વારે પહોંચી હતી.

હીના સુરા અને રોહિતસિંગ સોગરા સામે અડાજણ પોલીસમાં ગુનો દાખલ

આરોપીઓની ઓળખ: અડાજણ પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ‘એચીવ ઇન્ટરનેશનલ’ ફર્મના મુખ્ય સંચાલક હીના સુરા અને રોહિતસિંગ સોગરા વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.આરોપીઓ મુંબઈમાં ઓફિસ ચલાવી ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોના લોકોને વિઝાના નામે ટાર્ગેટ કરતા હોવાની આશંકા છે. અડાજણ પોલીસની ટીમ આરોપીઓની બેંક ડિટેઈલ્સ, કોલ રેકોર્ડ્સ અને ઓફિસ સરનામાની વિગતો મેળવી તેમની ધરપકડ કરવા માટે મુંબઈ તરફ રવાના થવાની તૈયારી કરી રહી છે.આ ટોળકીએ અગાઉ સુરત કે અન્ય શહેરોમાંથી અન્ય કોઈ ઉમેદવારોને વિદેશ મોકલવાના નામે લૂંટ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં મિશ્ર ઋતુની આડઅસર, બિમારીના ભરડામાં બે વૃદ્ધ મહિલાઓએ દમ તોડ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0