Surat: ભારે વરસાદને લઈને શિક્ષણ મંત્રીની બેઠક, અધિકારીઓ-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના

ભારે વરસાદને લઈને કામરેજમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની બેઠકપ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગને પણ એલર્ટ રહેવા કહેવાયું આવતા 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામરેજ ખાતે બેઠક યોજી છે. આગામી 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી છે. કારણ કે ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા આગામી 72 કલાક સુધીમાં વધુ વરસાદની શક્યતાને લઈ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓ, કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આ સાથે જ કામરેજ તાલુકના ગામો, સુરત શહેરના પુણા, સીમાડા અને સરથાણા સહિત વિવિધ ખાડીવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા અને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તેમાં શહેરના કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની માહિતી આપી હતી. ત્યારે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર લાગશે તો તે વિસ્તારને એલર્ટ આપવામાં આવશે, અમે લોકોને એડવાન્સમાં એલર્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ પણ કરી રહી છે અને કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત છે. 2 ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે તંત્ર ચિંતામાં છે.  

Surat: ભારે વરસાદને લઈને શિક્ષણ મંત્રીની બેઠક, અધિકારીઓ-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદને લઈને કામરેજમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની બેઠક
  • પ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગને પણ એલર્ટ રહેવા કહેવાયું
  • આવતા 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે

સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કામરેજ ખાતે બેઠક યોજી છે.

આગામી 72 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધી શકે

આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાંત અધિકારી, મામલતદાર, PGVCL અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી છે. કારણ કે ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા આગામી 72 કલાક સુધીમાં વધુ વરસાદની શક્યતાને લઈ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીઓ, કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના

આ સાથે જ કામરેજ તાલુકના ગામો, સુરત શહેરના પુણા, સીમાડા અને સરથાણા સહિત વિવિધ ખાડીવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા અને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તેમાં શહેરના કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની માહિતી આપી હતી. ત્યારે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર લાગશે તો તે વિસ્તારને એલર્ટ આપવામાં આવશે, અમે લોકોને એડવાન્સમાં એલર્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઝોનની ટીમ સતત ફિલ્ડ વિઝીટ પણ કરી રહી છે અને કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત છે. 2 ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે તંત્ર ચિંતામાં છે.