Surat પોલીસનું ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0, એકસાથે 40 ગુના નોંધી આંતરરાષ્ટ્રીય ગેંગો પર ત્રાટકી પોલીસ

Jun 3, 2026 - 09:00
Surat પોલીસનું ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0, એકસાથે 40 ગુના નોંધી આંતરરાષ્ટ્રીય ગેંગો પર ત્રાટકી પોલીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઓનલાઈન આર્થિક ગુનાઓ અને સાયબર ફ્રોડ આચરતી ગેંગો સામે સરકારે લાલ આંખ કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક પૂર્ણ થતાં જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સાયબર ગુનેગારોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સુરતમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એકસાથે ઓનલાઈન ઠગાઈના ૪૦ જેટલા કેસ નોંધીને કડક તપાસ શરૂ કરવામાં આવી છે.

13 ફરિયાદો સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ

આ સમગ્ર ઓપરેશનમાં સૌથી વધુ સપાટો સુરતમાં જોવા મળ્યો છે. રાજ્યભરમાં નોંધાયેલા 40 કેસોમાંથી સૌથી વધુ 13 ફરિયાદો એકલા સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સામાન્ય નાગરિકો પાસેથી રૂપિયા 4 હજાર થી શરૂ કરીને રૂપિયા 1.52 કરોડ સુધીની મોટી રકમની ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી છે. જેમાં રૂ 1.52 કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ છે. સાયબર ગઠિયાઓએ લોકોને રોકાણ, લોન અને અન્ય લાલચો આપીને આ કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું ખુલ્યું છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ માટે સ્પેશિયલ ટીમ સક્રિય

સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધીને પોલીસે છેતરપિંડી માટે વપરાયેલા બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ફ્રીઝ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો તેમજ વિદેશો સાથે જોડાયેલા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગના આ આખા નેટવર્કને જડમૂળથી તોડવા માટે સુરત સાયબર ક્રાઈમ દ્વારા એક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 100 શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0