Surat પોલીસ કમિશનરનો સપાટો, એક જ દિવસમાં 15 આરોપીઓને પાસા કરાઈ
સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે,તહેવારોમાં શાંતિ જળવાય તેને લઈ એક જ દિવસમાં 15 આરોપીઓની પાસા કરીને તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે. સુરત પોલીસ કમિશનરનો નિર્ણય સુરત શહેરમાં તહેવારોમાં શાંતિ જળવાય અને લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 15 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.આ પાસા વ્યાજખોરો,છેડતીખોર,ચેનસ્નેચર સામે કરાઈ છે,સાયબર ફ્રોડસ્ટર, બુટલેગરો અને માથાભારે આરોપીઓને જેલ ભેગા કરાયા છે.સુરત શહેરમાં તહેવારોના સમય દરમિયાન છાશવારે પથ્થરમારાની પણ ઘટના બની હતી તો અગામી સમયમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં 400થી વધુને પાસા સુરત પોલીસ કમિશનરે છેલ્લા પાંચ મહિનામાં 500થી વધુ લોકોને પાસા કરાઈ છે,અને શહેરમાં શાંતિ બને તેને લઈ આ પાસા કરવામાં આવી છે,અલગ-અલગ જેલમાં જગ્યા મુજબ આરોપીઓને મોકલવામાં આવ્યા છે.શહેર પોલીસ કમિશનરે 250થી વધુ આરોપીઓને તડીપાર પણ કરવામાં આવ્યા છે.જે લોકોને સુરત બહાર તડીપાર કરવામાં આવ્યા છે તેવા આરોપીઓ શહેરમાં આવી શકશે નહી અને સુરત બહાર અથવા તો ગુજરાત બહાર તેઓ રહી શકશે.પોલીસ કમિશનરના આ નિર્ણયથી અન્ય અસામાજીક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. પાસાનો કાયદો શું છે જાણો PASA (Prevention of Anti-Social Activities) એટલે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગર, ભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર,અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે. પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASA ના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગ માં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે,તહેવારોમાં શાંતિ જળવાય તેને લઈ એક જ દિવસમાં 15 આરોપીઓની પાસા કરીને તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે.
સુરત પોલીસ કમિશનરનો નિર્ણય
સુરત શહેરમાં તહેવારોમાં શાંતિ જળવાય અને લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 15 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.આ પાસા વ્યાજખોરો,છેડતીખોર,ચેનસ્નેચર સામે કરાઈ છે,સાયબર ફ્રોડસ્ટર, બુટલેગરો અને માથાભારે આરોપીઓને જેલ ભેગા કરાયા છે.સુરત શહેરમાં તહેવારોના સમય દરમિયાન છાશવારે પથ્થરમારાની પણ ઘટના બની હતી તો અગામી સમયમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે.
છેલ્લા પાંચ મહિનામાં 400થી વધુને પાસા
સુરત પોલીસ કમિશનરે છેલ્લા પાંચ મહિનામાં 500થી વધુ લોકોને પાસા કરાઈ છે,અને શહેરમાં શાંતિ બને તેને લઈ આ પાસા કરવામાં આવી છે,અલગ-અલગ જેલમાં જગ્યા મુજબ આરોપીઓને મોકલવામાં આવ્યા છે.શહેર પોલીસ કમિશનરે 250થી વધુ આરોપીઓને તડીપાર પણ કરવામાં આવ્યા છે.જે લોકોને સુરત બહાર તડીપાર કરવામાં આવ્યા છે તેવા આરોપીઓ શહેરમાં આવી શકશે નહી અને સુરત બહાર અથવા તો ગુજરાત બહાર તેઓ રહી શકશે.પોલીસ કમિશનરના આ નિર્ણયથી અન્ય અસામાજીક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
પાસાનો કાયદો શું છે જાણો
PASA (Prevention of Anti-Social Activities) એટલે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગર, ભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર,અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે. પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASA ના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગ માં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે.