Ahmedabad: કરોડોના સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કરની મુશ્કેલીઓ વધી

કરોડોના સટ્ટાકાંડના આરોપીને કોર્ટે રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. જેમાં દિપક ઠક્કરના રેગ્યુલર જામીન અરજી સ્પેશયલ કોર્ટે ફગાવી દિધા છે. તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય તેમ કોર્ટે જણાવ્યું છે. શરતોને આધિન, બાંહેધરી સાથે જામીન માંગ્યા હતા. આરોપીને ગુજરાત પોલીસે દુબઈથી ઝડપી પાડ્યો હતો.  દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી હતી. દીપક ઠક્કર ડીસાનો રહેવાસી છે અને તે દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો. સટ્ટાખોર દીપક ઠક્કર સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સીબીઆઈએ તેની સામે ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે બાદ દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરી લીધા હતા અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 43 વર્ષ વર્ષીય દિપક ઠક્કર બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તે ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે સટ્ટો રમાડતો હતો અને દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો. હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપામાધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જો કે આ કેસમાં તે સમયના પીસીબીના પી.આઇ. તરલ ભટ્ટની શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ પાર્થ દોશી અને ધવલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. 

Ahmedabad: કરોડોના સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કરની મુશ્કેલીઓ વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરોડોના સટ્ટાકાંડના આરોપીને કોર્ટે રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. જેમાં દિપક ઠક્કરના રેગ્યુલર જામીન અરજી સ્પેશયલ કોર્ટે ફગાવી દિધા છે. તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય તેમ કોર્ટે જણાવ્યું છે. શરતોને આધિન, બાંહેધરી સાથે જામીન માંગ્યા હતા. આરોપીને ગુજરાત પોલીસે દુબઈથી ઝડપી પાડ્યો હતો.

 દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી

અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી હતી. દીપક ઠક્કર ડીસાનો રહેવાસી છે અને તે દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો. સટ્ટાખોર દીપક ઠક્કર સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સીબીઆઈએ તેની સામે ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે બાદ દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી

ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરી લીધા હતા અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 43 વર્ષ વર્ષીય દિપક ઠક્કર બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તે ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે સટ્ટો રમાડતો હતો અને દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો. હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા.

માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપા

માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જો કે આ કેસમાં તે સમયના પીસીબીના પી.આઇ. તરલ ભટ્ટની શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ પાર્થ દોશી અને ધવલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી.