Surat: પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ PMને લખ્યા પોસ્ટકાર્ડ

સુરતમાંથી 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને વિવિધ માગણીઓ કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી માગ પણ કરવામાં આવી છે.આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી 200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટ કાર્ડ લખીને પાયલ પર આરોપ છે ત્યારના CCTV તપાસવા માગ કરી છે અને આ સાથે જ આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી છે. સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે, જો આ માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ગઈકાલે અમરેલી બંધનું કોંગ્રેસે આપ્યું હતું એલાન રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ગઈકાલે અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી ગઈકાલે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહ્યા હતા. લેટરકાંડ મુદ્દો રાજકીય બન્યો તમને જણાવી દઈએ કે અમરેલી નકલી લેટરકાંડ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. પાયલ ગોટીનું સરઘસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રખાતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અટકાયત દરમ્યાન પાયલને પટ્ટાથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપ થયા હતા. અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતાં રાજનેતાઓ સહિત લોકો પણમાં અધિકારીઓ પ્રત્યે નારાજગી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે દિકરીઓ સાથે થતું આવું વતર્ન સાખી નહીં લેવામાં આવે. પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરતાં કોંગ્રેસ નારી સ્વાભિમાન આંદોલન છેડાયું છે.

Surat: પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ PMને લખ્યા પોસ્ટકાર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાંથી 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને વિવિધ માગણીઓ કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી માગ પણ કરવામાં આવી છે.

આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી

200 મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટ કાર્ડ લખીને પાયલ પર આરોપ છે ત્યારના CCTV તપાસવા માગ કરી છે અને આ સાથે જ આરોપો મુદ્દે જાહેરમાં ખુલાસો કરવા પોસ્ટકાર્ડમાં માગ કરી છે. સ્વતંત્ર કમિટી બનાવીને તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે, જો આ માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન મિશન શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ગઈકાલે અમરેલી બંધનું કોંગ્રેસે આપ્યું હતું એલાન

રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ગઈકાલે અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી ગઈકાલે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહ્યા હતા.

લેટરકાંડ મુદ્દો રાજકીય બન્યો

તમને જણાવી દઈએ કે અમરેલી નકલી લેટરકાંડ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. પાયલ ગોટીનું સરઘસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રખાતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અટકાયત દરમ્યાન પાયલને પટ્ટાથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપ થયા હતા. અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતાં રાજનેતાઓ સહિત લોકો પણમાં અધિકારીઓ પ્રત્યે નારાજગી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે દિકરીઓ સાથે થતું આવું વતર્ન સાખી નહીં લેવામાં આવે. પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરતાં કોંગ્રેસ નારી સ્વાભિમાન આંદોલન છેડાયું છે.