Surat: દેશી દારુની ભઠ્ઠી પર SMCના દરોડા, 4 આરોપીની ધરપકડ, 4 વોન્ટેડ

Dec 30, 2024 - 17:00
Surat: દેશી દારુની ભઠ્ઠી પર SMCના દરોડા, 4 આરોપીની ધરપકડ, 4 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં SMCએ કિમ નદી કિનારે દેશી દારુની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા. SMCના દરોડા દરમિયાન 10,000 લીટર દેશી વોશ પકડાયો છે, આ સાથે 302 કિલો નવસાર, 160 કિલો ગોળ કબજે કર્યો છે. SMCએ 4 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 4 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત ગ્રામ્ય પોલીસમાં વિજલન્સની ટીમે બાતમીના આધારે કિમ નદી કિનારે દેશી દારુની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા. કોસંબા પોલીસની હદમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી. દારૂની ભઠ્ઠી પર SMCની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 10 હજાર લીટરનો દેશી વોશ સહિત 302 કિલો નવસાર અને 160 કિલો ગોળ ઝડપાયો છે. SMCની ટીમે મુદ્દામાલ સાથે  4 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં દારુબંધી હોવા છતાં વર્ષે કરોડો રુપિયાનો દારુ પકડાઇ રહ્યો છે. જો કે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) જે શહેર કે ગામમાં દરોડા પાડે છે ત્યાંથી લાખોનો દારુ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે. સ્થાનિક પોલીસની મીલીભગત વગર દારુનો ધંધો ધમધમે તે વાત માનવામાં આવે તેમ નથી. સ્ટેટ મોનિટરીંગ સેલે દેશી દારુની ભઠ્ઠી પર દરોડા પાડીને 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 વોન્ટેડ જાહેર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0