Surat: જમીન દલાલનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર 3 બદમાશોને વેસુ પોલીસે દબોચ્યા

Aug 29, 2026 - 17:00
Surat: જમીન દલાલનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર 3 બદમાશોને વેસુ પોલીસે દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના પોશ અને શાંત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદાનો ભય વગર અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલી એક અત્યંત શર્મજનક અને ગંભીર ઘટના સામે આવી છે. એક જમીન દલાલને બ્લેકમેલ કરીને આરોપીઓએ તેને પોતાની કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ચાલતી કારમાં જ જમીન દલાલને ધમકાવીને તેની પાસેથી જમીનના અત્યંત મહત્વના દસ્તાવેજો/કાગળો અને ખિસ્સામાંથી ₹5,000 રોકડા જબરદસ્તીથી પડાવી લીધા હતા.

વેસુ વિસ્તારમાં અપહરણ કરી ખંડણી માગી

આટલેથી ન અટકતાં, આરોપીઓએ જમીન દલાલ પાસેથી ₹50 લાખની જંગી રકમની ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. રકમ મેળવવા અને વેપારી પર માનસિક દબાણ બનાવવા માટે બદમાશોએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું હતું.આરોપીઓએ કારની અંદર જ જમીન દલાલને સંપૂર્ણ નગ્ન કરી દીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. પીડિત વેપારી માનસિક રીતે ભાંગી પડે તે માટે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો ₹50 લાખ નહીં મળે તો તેની કિડની વેચી દેવામાં આવશે તેમજ તેના હાથ-પગ ભાંગી નાખવામાં આવશે.

વેપારીને નગ્ન કરી ઢોર માર માર્યો

આ ભયાનક આપવીતીમાંથી મુક્ત થયા બાદ બનાવ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.વેસુ પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી કાર, પડાવી લેવાયેલા કાગળો અને રોકડ રકમ કબજે કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં કડક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: નવેમ્બરમાં શરૂ થશે સુરત મેટ્રો, ડ્રીમસિટીથી અલથાણ સુધી દિવાળી આસપાસ દોડશે ટ્રેન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0