Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી

Apr 23, 2026 - 11:00
Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સંવેદનશીલ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. અપહરણ કરાયેલી બાળકીને મધ્યપ્રદેશના રતલામ ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે.

માસૂમ બાળકીના અપહરણની ઘટના

બાળકીનું અપહરણ કરીને આરોપી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની કડી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રતલામ રવાના થઈ હતી. રતલામ શહેરથી અંદાજે ૬૦ કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તારમાં પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસના વધતા દબાણને જોઈ આરોપી બાળકીને રસ્તામાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાળકીનો કબજો મેળવી તેને હેમખેમ સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.

આરોપીની શોધખોળ તેજ

જોકે, મુખ્ય આરોપી પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. કાપોદ્રા પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી એક માસૂમ જીવ બચી ગયો છે.

આ પણ વાંચો: Jamnagar: રણમલ તળાવમાં બે કિશોરો કાળનો કોળિયો બન્યા, ગઈકાલથી ગુમ થયેલા બાળકોના તળાવમાંથી મૃતદેહ મળ્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0