વિજલપોરમાં 60 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ નમી પડયું, 24 પરિવારોનું સ્થળાંતર

Jul 13, 2026 - 02:00
વિજલપોરમાં 60 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ નમી પડયું, 24 પરિવારોનું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શનિવારે મોડી સાંજે વિજલપોર વિસ્તારમાં આવેલું 60 વર્ષ જૂનું 'અમરદીપ એપાર્ટમેન્ટમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા અને દીવાલોમાં મોટી તિરાડો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ઘરવખરી સામાન બહાર કાઢવા માટે કામે લાગ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે, સમગ્ર એપાર્ટમેન્ટ જમીનમાં ધસી જાય તેવી ભીતિ હતી. નગરસેવકોની ટીમ અને સ્થાનિકોએ કામે લાગીને તાત્કાલિક અસરથી સામાન બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ અને શાસક પક્ષ નેતા નરેશ પુરોહિતે હાજર રહી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફાયર વિભાગે યુદ્ધના ધોરણે 24 ફ્લેટમાંથી 100થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. તમામ રહીશો માટે વૈકલ્પિક રહેઠાણ અને ભોજનની વ્યવstwa કરી હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ ખડેપગે રહી સાવચેતીના પગલાં લઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0