Surat: ઉમરપાડામાં તિરંગા યાત્રા : ઝરપણ, બિલવાણ ગામે બીસીયુ પ્લાન્ટ, આંગણવાડીનું લોકાર્પણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કીમ : ઉમરપાડા તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને ઉમરપાડામાં ભવ્ય તિરંગા યાત્રા તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ઉમરપાડાની વનરાજ હાઇસ્કૂલથી શરૂ કરીને મુખ્ય બજાર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારાસભ્યએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ સાથે ઉમરપાડા તાલુકાના બિલવાણ ગામે આવેલી બિલવાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ઝરપણ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવા બીસીયુ પ્લાન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ નવી સુવિધાથી પશુપાલકોના દૂધનો બગાડ થતો અટકાવી શકાશે તેવો ઉદ્દશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઝરપણ ગામે રૂપિયા 15 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર-2 ના મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

