Surat: અઠવાલાઇન્સ પોલીસે રૂ. 87 હજારના MD ડ્રગ્સ સાથે ખલીલ લુખમાન શેખને દબોચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ખાસ કરીને એમડી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાન હેઠળ અઠવાલાઇન્સ પોલીસને મોટી સફળતા મળી છે. અઠવાલાઇન્સ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખસ શંકાસ્પદ હાલતમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને તેને વેચવાની પેરવીમાં ફરી રહ્યો છે.
સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કુખ્યાતની ધરપકડ
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ખલીલ લુકમાન ઉર્ફે લુખમાન શેખને ઝડપી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી 29.08 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બરામદ થયું હતું, જેની આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત રૂ. 87,240 અંકાયી છે. પોલીસે ડ્રગ્સનો આ જથ્થો કબજે કરી આરોપીની સ્થળ પર જ અટકાયત કરી હતી.
29.08 ગ્રામ ડ્રગ્સ બરામદ થયું
પોલીસ પૂછપરછ અને પ્રાથમિક ક્રાઇમ રેકોર્ડ ચકાસણીમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ખલીલ લુકમાન શેખ રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ડ્રગ્સ પેડલિંગ અને હેરાફેરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.આરોપી સામે આ અગાઉ સુરતના વેસુ પોલીસ સ્ટેશન તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ (NDPS Act) હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અઠવાલાઇન્સ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિહિત કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: Vadodara: ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની ઝડપાયો, રૂ. 1.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

