Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો એક અત્યંત ચોંકાવનારો અને સરકારી તંત્રને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ નટવરલાલ મોદીને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ગતરોજ સાંજે રૂપિયા 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ આખી ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, આરોપી એન્જિનિયરનો માસિક સરકારી પગાર 1.70 લાખ જેટલો મોટો હોવા છતાં, તે પોતાની લાંચ લેવાની આદતથી મજબૂર હતો અને જનતા પાસેથી કટકી લેતો હતો.
ગઇ કાલે 45 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપી જિગ્નેશ મોદી કોઈ કાયદેસરના વહીવટી કામ અથવા ફાઈલ ક્લિયર કરવાના અવેજ પેટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરતો હતો જે અંગે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. લાંચના આ છટકા દરમિયાન કાવતરું ઘડીને એસીબીની ટીમે આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચની રોકડ રકમ સ્વીકારતા ઓન-સ્પોટ પકડી પાડ્યો હતો
પાંચ વર્ષ પહેલા 15 હજાર લેતા પકડાયો હતો
આરોપી એન્જિનિયરનો ગુનાહિત ઈતિહાસ તપાસતા અન્ય એક મોટો ધડાકો થયો છે. આ નફ્ફટ અધિકારી અગાઉ વર્ષ 2021 માં પણ રૂપિયા 15 ની લાંચ લેતા એસીબીના હાથે જ ઝડપાઈ ચુકેલો છે. અગાઉનો એ ભ્રષ્ટાચારનો કેસ હાલમાં પણ નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ ચાલુ જ છે. કોર્ટ કેસ ચાલુ હોવા છતાં ફરી ફરજ પર આવ્યા બાદ પણ તેમનામાં કોઈ સુધારો આવ્યો નહોતો. હવે ફરીથી લાંચ લેતા પકડાતા એસીબી દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત તદ્દન નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત એસીબીની ટીમે આરોપીની અટકાયત કરી તેની અપ્રમાણસર મિલકતો અંગે પણ આગળની કડક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાંથી બહાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

