Surat Rain: શહેરમાં ભારે વરસાદનું જોર, લિંબાયતમાં માત્ર 2 કલાકમાં 4.50 ઇંચ વરસાદ ખાબક્યો, રોડ-રસ્તા પર વહેતી નદી હોય તેવા દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ચોમાસાની સિઝન વિદાય લેવાનું નામ લઈ રહી નથી. સતત ત્રીજા દિવસે પણ શહેરમાં ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું. લિંબાયતમાં ફક્ત 2 કલાકામાં 4.50 વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા. અનેક વિસ્તારો જળબંબાકાર થયા, તો વરસાદી પાણી ભરાતા રોડ-રસ્તાઓ પર વહેતી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા. શહેરમાં પીપલોદ, અઠવા, વરાછા, ડુમસ અને સિટીલાઈટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો.
ધોધમાર વરસાદથી લિંબાયતનગર પાણીમાં ગરકાવ
શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને બફારામાંથી મુક્તિ મળી. વરસાદથી ઠંડક થઈ તો બીજી બાજુ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. અનેક વાહનો પાણી માં ડૂબ્યા તો કેટલાક વાહનો બગડી ગયા. વરસાદ અને વાહનબંધ થતા ગરનાળા પાસે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ. વાહનચાલકો ભારે મહેનત બાદ ગરનાળું પસાર કરી રહ્યા છે. ભારે વરસાદમાં પણ લોકો બહાર નીકળી પોતાના રોજિંદા કામ પૂરા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધોધમાર વરસાદને પગલે કાર જેવા મોટા વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા.
સતત વરસાદથી વધુ સુરતવાસીઓની વધી ચિંતા
છેલ્લા ત્રણ દિવસથી સતત શહેરમાં વરસાદ ફરી એકવખત તોફાની બેટિંગ કરી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે લિંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થયા. નગરવાસીઓ મહામુસીબતે કેડસમા પાણીમાં ચાલીને બહાર નીકળે છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ મોટું નુકસાન થયું. માંડ વરસાદ બંધ થયો હતો ત્યાં સુરતમાં ફરી વરસાદ ખાબકતો રસ્તાઓ અને સોસાયટીઓમાં ફરી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બજારની દુકાનોના માલને અસર થઈ. વેપારીઓને વધુ નુકસાનની આશંકા. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં સુરતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ લઈ રહ્યો નથી. આગામી દિવસોમાં નવરાત્રિ તહેવારને લઈને સુરતવાસીઓની ચિંતા વધી છે.
What's Your Reaction?






