Surat News : સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો કેસ, વધુ એક ભોગ બનનારને પોલીસે કરાવ્યો મુકત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મ્યાનમારમાં ચાલતુ હતુ ઇન્ટરનેશનલ રેકેટ અને સુરત સાયબર સેલે પીડિતને કરાવ્યો મુક્ત સાથે સાથે ભોગ બનનારને મ્યાનમારથી સુરત પરત લવાયો છે અને તેની પૂછપરછ પણ શરૂ કરી છે, આ ગેંગે 40 યુવકોને બંધક બનાવી મ્યાનમાર મોકલ્યા હતા, નીરવી ચૌધરી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં સાયબર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટ પકડવાનો કેસ
સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં મ્યાનમાર આર્મી પર પણ શંકાની સોય ચીંધાઈ રહી છે. ઝડપાયેલા આરોપીઓની કબૂલાત પ્રમાણે તેમને થાઈલેન્ડથી અને મ્યાનમાર વચ્ચે વહેતી મુએ નદી હોડી મારફત ગેરકાયદે ઓળંગાવી લઇ જવાતા ત્યારબાદ આર્મીના વાહનોમાં મ્યાનમારમાં આવેલા માયાવાડી વિસ્તારમાં બનેલી ચાઇનીઝ માફિયાઓના અડ્ડા સુધી છોડી જવાતા હતા. ભારતના નોકરીવાંછુક યુવકોને વિદેશમાં નોકરીની લાલચે થાઈલેન્ડ, બોડિયા, મ્યાનમાર મોકલી સાયબર લેવરીના રેકેટની સુરત સાઇબર સેલની ટીમ પંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ચાઈનીઝ માફિયાઓના સંપર્કમાં રહી રેકેટ ચલાવતો હતો નીરવ
સુરત પોલીસે નના ચંદીગઢથી નીપેન્દર ઉર્ફે નીરવ લવકુશ વરી (ઉ.વ. ૨૪. મૂળ ઉધમસીંગનગર, તરાખંડ) અને પ્રિત રસિક કમાણી (ઉ.વ.૨૧, કુળ તિરૂમાલા ગોલ્ડ સોસાયટી, નાગરકા રોડ, ગોંડલ, રાજકોટ) અને સુરતથી વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણા (ઉં. વ.૩૭, રહે. સાઇ વિલા રેસિડન્સી, ખરવાસા-મૂળ વ્યારા)ની ધરપકડ કરી હતી. આ ત્રિપુટીની કબૂલાતમાં મ્યાનમાર આર્મી પણ ચાઈનીઝ માફિયાઓના સંપર્કમાં હોય તેવી શંકા જાગી છે. ભારતના યુવકોને નોકરીના બહાને બંધક બનાવાતા હતા
નીરવના મોબાઈલ ફોનમાંથી પોલીસને થાઈલેન્ડથી ગેરકાયદે મ્યાનમારમાં પ્રવેશ કરવાનો આખો રોડ મેપ મળી આવ્યો હતો. થાઈલેન્ડ અને મ્યાનમારને મુએ નદી અલગ કરે છે. એક તરફ થાઇલેન્ડ છે અને નદીની બીજી તરફ મ્યાનમાર. થાઈલેન્ડના ટાક જિલ્લાના મૈસોટથી આગળ થઈ ગેરકાયદે રીતે નદી ક્રોસ કરાવી મ્યાનમારમાં એન્ટ્રી કરાવાતી હતી. નદી પાર કર્યા બાદ આખો દિવસ પહાડ અને જંગલો ક્રોસ કર્યા બાદ પાકા રસ્તા પર આર્મીના વાહનો મારફત તેમને માયાવાડીમાં કે. કે. પાર્કથી ઓળખાતા ચાઈનીઝ માફિયાઓના અડ્ડા પર લઈ જઈ છોડી દેવાતા હતા.
What's Your Reaction?






