Surat News : સુરતની લાજપોર જેલમાંથી 3 મોબાઈલ અને સીમકાર્ડ મળ્યા, દિવાલના ખાડામાં ફોન સંતાડી કેદીઓ કરતા હતા ઉપયોગ

Mar 19, 2026 - 12:00
Surat News : સુરતની લાજપોર જેલમાંથી 3 મોબાઈલ અને સીમકાર્ડ મળ્યા, દિવાલના ખાડામાં ફોન સંતાડી કેદીઓ કરતા હતા ઉપયોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જેલર એમ.એમ. ચરપોટની આગેવાનીમાં બુધવારે રાત્રે ત્રણ વાગ્યે જેલની રમઝાન બેરેકમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેલમાં બંધ કેદીઓ નમાઝ અદા કરી શકે તે માટે જેલમાં ત્રણ યાર્ડમાં ત્રણ બેરેક અલગ કરી તેને રમઝાન બેરેક તરીકે અલાયદી કરાઈ હતી. જેમાં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરાઇ હતી.

બેરેકમાંથી સીમ કાર્ડ સાથેના મોબાઇલ ફોન મળી આવ્યા હતા

જોકે નમાઝ અદા કરવાની આડમાં કેટલાંક કેદીઓએ મોબાઈલ ફોન લઇ આવ્યા હોવાનું અને તેઓ મોબાઈલ ફોનથી જેલની બહાર રહેતાં સંબંધીઓ તથા મળતીયાઓ સાથે બિન્દાસ્ત વાત કરતાં હોવાની માહિતીને પગલે સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ત્રણેય બેરેકમાંથી સીમ કાર્ડ સાથેના મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

સીમથી કોને કોને કોલ કરાયા તેને આધારે સચીન પોલીસે એનાલિસીસ હાથ ધર્યું છે

એક ફોન ટીવી નીચેથી, બીજો ફોન બેરેકેની કોમન ટોયલેટની બાજુમાંથી તથા ત્રીજો ફોન વોશ બેસિન નીચે બનાવેલાં ખાનામાંથી મળી આવ્યો હતો. રોજાની આડમાં ફોનનો દુરૂપયોગ કરનાર કેદીઓની ઓળખ કરી ધરપકડ કરી શકાય તે માટે સચીન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ હતી. ફોનમાંથી સીમકાર્ડ પણ મળ્યા હોઈ આ સીમથી કોને કોને કોલ કરાયા તેને આધારે સચીન પોલીસે એનાલિસીસ હાથ ધર્યું છે.

આ પણ વાંચો : Gandhinagar News : કેન્દ્ર સરકારની ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન'માં ભાગ લઈને યુવાનો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુવર્ણ તક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0