Jamnagarના અંબર સિનેમા સર્કલ નજીક ક્રેન પલટી: ઓવરલોડ મશીન લઈ જતી વખતે સર્જાયો અકસ્માત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેરમાં રાત્રિના સમયે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા અંબર સિનેમા સર્કલ નજીકથી એક ક્રેન ભારેખમ અને ઓવરલોડ મશીન લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન મશીનનું વજન વધારે હોવાના કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હતું અને ઓવરલોડને લીધે ક્રેન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
અંબર સિનેમા સર્કલ જેવા મુખ્ય માર્ગ પર ક્રેન પલટી જવાની ઘટના બની હોવા છતાં, સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટના સમયે આસપાસથી પસાર થઈ રહેલા વાહનચાલકો આબાદ બચાવ થતાં તંત્ર અને સ્થાનિકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે ક્રેન ખસેડવાની કામગીરી હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. માર્ગ પર વાહનોની લાંબી લાઈનો કે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને થોડા સમય માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરી બંધ કરાવ્યો હતો. ત્યારબાદ બીજી ક્રેન અને ક્રેન-હાઈડ્રાની મદદથી પલટી મારેલી ક્રેનને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

