Mehsana News: શોભાસણ રોડ ડમ્પિંગ સાઇટની કાયદેસરતા પર સવાલો ઉઠ્યા, RTI થતાં દોડધામ

Aug 9, 2026 - 11:30
Mehsana News: શોભાસણ રોડ ડમ્પિંગ સાઇટની કાયદેસરતા પર સવાલો ઉઠ્યા, RTI થતાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા શોભાસણ રોડ સ્થિત ડમ્પિંગ સાઇટની કાયદેસરતા અને કામગીરી સામે માહિતી અધિકાર (RTI) અધિનિયમ-2005 હેઠળ કડક સવાલો પૂછવામાં આવતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અરજી દ્વારા આ ડમ્પિંગ સાઇટ સત્તાવાર રીતે જાહેર કરાઈ છે કે કેમ, તેના સરકારી હુકમો અને ઠરાવોની પ્રમાણિત નકલો તેમજ આ સાઇટ કયા સર્વે નંબર પર આવેલી છે અને તેની માલિકી કોની છે તે અંગે સ્પષ્ટ લેખિત માહિતી માંગવામાં આવી છે.

રિપોર્ટની નકલો રજૂ કરવા માંગ કરાઈ

આ ઉપરાંત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અનુસાર કામગીરી થાય છે કે કેમ તે અંગે પણ તંત્ર પાસેથી જવાબો મંગાયા છે. સાથે જ શાળા, હોસ્પિટલ, તળાવ કે રહેણાંક વિસ્તારથી આ સાઇટ કેટલી દૂર હોવી જોઈએ તે નિયમો અને તંત્ર દ્વારા કરાયેલા સાઇટ ઇન્સ્પેક્શન (તપાસ) રિપોર્ટની નકલો રજૂ કરવા માંગ કરાઈ છે.

આગને રોકવા કઈ દવાઓનો છંટકાવ કરાય છે

બીજી તરફ, ડમ્પિંગ સાઇટ પર કચરાનું માત્ર ઠાલવવામાં આવે છે કે તેનું યોગ્ય વર્ગીકરણ કરાય છે તે મુદ્દે પણ ખુલાસો માગવામાં આવ્યો છે. રોગચાળો, દુર્ગંધ અને અચાનક લાગતી આગને રોકવા કઈ દવાઓનો છંટકાવ કરાય છે તેનો રેકોર્ડ માંગવાની સાથે સ્થાનિક રહીશો દ્વારા અત્યાર સુધી કરાયેલી તમામ ફરિયાદો પર પાલિકા તંત્રે શું પગલાં લીધાં તે અંગેનો વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ'(ATR) આપવા દબાણ ઊભું કરાયું છે.

આ પણ વાંચોઃ Saputaraમાં 24 કલાકમાં બીજી વાર ધરતી ધ્રૂજી: વહેલી સવારે 5.33 કલાકે અનુભવાયો 2.9 ની તીવ્રતાનો આંચકો!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0