Surat News : સુરતના ડિંડોલીમાં પાટા પર લોખંડની ચેનલ મૂકી ગુડસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે, અજાણ્યા શખ્સે ગુડસ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી હતી અને ટ્રેનને નુકસાન થાય તેવો પ્રયત્ન કર્યો હતો, જોકે ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના લોકો પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી, જ્યાં ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુડસ ટ્રેન બરોડાથી મુંબઈ તરફ જતી હતી
પ્રાથમિક માહિતી પ્રમાણે વાત કરીએ તો ટ્રેન બરોડાથી મુંબઈ તરફ જતી હતી અને ટ્રેકના પાટા પર લોંખડનો પટ્ટો આડો મૂકયો હતો, ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પટ્ટો આડો આવી જતા લોકો પાયલોટને જાણ થઈ હતી અને નીચે ઉતરીને જોતા સામે આવ્યું કે કોઈએ લોંખડનો પટ્ટો મૂકયો છે અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે, જોકે ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટો અકસ્માત ટળયો હતો, આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ગંભીર ઘટનાને લઈ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે સીસીટીવી પણ તપાસ્યા
પોલીસે સમગ્ર ઘટનાને લઈ લોકો પાયલોટનું નિવેદન નોંધ્યું છે અને રેલવે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે, મહત્વનું છે કે સમગ્ર ઘટનાને લઈ ટ્રેન થોડી લેટ ચાલી હતી અને ડિંડોલી પોલીસ અને રેલવે પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે, રાતનો સમય હોવાથી પોલીસ માટે પણ થોડું અઘરૂ બનશે કે કોણે આ કૃત્ય કર્યુ છે, મહત્વનું છે કે, રેલવે પોલીસે પણ પેટ્રોલિંગ વધારવું જોઈએ.
What's Your Reaction?






