Surat News : સુરતના જહાંગીરપુરામાં મકાનમાં લાગી આગ, આગમાં ફસાયેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના જહાંગીરપુરામાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું હતુ, બ્લુય બિલ્સ બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગી હતી, સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને તમામ લોકોને સલામત રીતે ઘરની બહાર કાઢયા હતા.
આગમાં ફસાયેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું
સુરતમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગમાં એક પરિવાર ફસાયો હતો, 6 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો, મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, તમામ લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, તો ઘરમાં રહેલ તમામ સામગ્રી બળીને ખાખ થઈ છે, શોર્ટ સર્કીટ થયું હોય અને આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ ફાયર વિભાગનું છે.
આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો
સુરતમાં વહેલી સવારે 3:30 વાગે મકાનમાં આગ લાગી હતી, બનાવની જાણ થતાં જ પાલનપોર, અડાજણ અને મોર ભાગળની કુલ 6 ફાયરની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી, આગમાં 4 લોકો ફસાયા હતા તેમને સહી સલામત રીતે સીડી મારફતે રેસ્કયું કરીને ઘરની બહાર નીકાળ્યા હતા, આગમાં જાનહાની થઈ નથી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો, પોલીસે પણ ઘટના સ્થળે જઈને પ્રાથમિક માહિતી મેળવી હતી.
What's Your Reaction?






