Surat News : સુરત પોલીસને મળી મોટી સફળતા, સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમકા બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓનું દૂષણ કેટલું વ્યાપક છે તે સાબિત કરી દીધું છે.
રિચ હેર સલૂન એન્ડ સ્પામાં ચાલતું રેકેટ
વરાછા વિસ્તારમાં આવેલા રિચ હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્પા સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આ શરમજનક પ્રવૃતિનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે સ્પા સંચાલકો અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. આ તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી
તમને જણાવી દઈએ કે, આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા આ રેકેટ બંધ થવાનું નથી લઇ રહ્યા. પોલીસની સતર્કતાથી આવા ગુનાઓ બહાર આવે છે પરંતુ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વધુ કડક પગલાં અને સમાજ જાગૃતિની જરૂર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.
What's Your Reaction?






