Surat News: લાલગેટ પોલીસના PI અને સ્ટાફ સામે મહિલાને વીજળીના ઝટકા આપ્યાનો અને મારપીટનો ગંભીર આક્ષેપ

Jul 19, 2026 - 20:30
Surat News: લાલગેટ પોલીસના PI અને સ્ટાફ સામે મહિલાને વીજળીના ઝટકા આપ્યાનો અને મારપીટનો ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી ખાખી વર્દી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં રહેતા પુષ્પાબેન નામના મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) એચ.જે. સોલંકી અને તેમના સ્ટાફ સામે ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પીડિતાનો આરોપ છે કે વિસ્તારમાં ગેરકાયદેસર જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વોનો પક્ષ લઈને પોલીસે રાત્રિના સમયે મહિલા પોલીસ (લેડીઝ પોલીસ) ને સાથે રાખ્યા વિના તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને મહિલાના વાળ ખેંચીને તેમની સાથે બેરહેમીપૂર્વક મારપીટ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં વીજળીના ઝટકા આપ્યાનો દાવો

પીડિત મહિલાએ કરેલી ફરિયાદ અનુસાર, જ્યારે પોલીસ ઘરમાં અત્યાચાર ગુજારી રહી હતી ત્યારે તેમનો 14 વર્ષનો સગીર દીકરો આ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. આ જોઈને લાલગેટના પી.આઈ. એચ.જે. સોલંકીએ સગીર બાળકને 6 થી 7 તમાચા ઝીંકી દીધા હતા અને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. એટલું જ નહીં, મહિલા અને તેના પરિવારને પોલીસ મથકે લઈ જઈને ખોટા કેસમાં ફસાવી દેવાની, પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવાની અને રિમાન્ડ દરમિયાન વીજળીના ઝટકા આપવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસના મારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાની બહેન પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ જતાં અંતે એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી.

પીડિતાએ ગૃહ વિભાગ અને CP પાસે ન્યાય માંગ્યો

આ ચકચારી ઘટનાના લાઈવ વીડિયો તેમજ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ભયભીત બનેલી પીડિત મહિલા પુષ્પાબેને આ મામલે સુરત પોલીસ કમિશનર (CP), રાજ્યના ગૃહ વિભાગ, મુખ્યમંત્રી અને માનવ અધિકાર આયોગ સુધી લેખિતમાં ફોજદારી અરજી કરીને ન્યાયની ગુહાર લગાવી છે. મહિલાએ પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો લાલગેટ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો પોલીસનો અમાનુષી અત્યાચાર આપોઆપ સામે આવી જશે. "રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જવું?" તેવા સવાલો સાથે પીડિતાએ ગૃહ રાજ્યમંત્રી પાસે દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0