Surat News : રૂપાલા બાદ રાહુલ ગાંધી સામે ક્ષત્રિય સમાજ ભરાયો રોષે

બારડોલીમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાહુલ ગાંધી સામે રોષ ક્ષત્રિય આગેવાન કરણસિંહે રાહુલના નિવેદનને વખોડયું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અગાઉ રાજવાડા પર રાજકારણ શરૂ થઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન મામલે ભાજપ નેતા તેમને આડેહાથ લઈ રહ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના વિવાદિત નિવેદન પર બારડોલી ક્ષત્રિય સમાજ રોષે ભરોષો છે. યોજાયું અસ્મિતા સંમેલન ક્ષત્રિય સમાજ-પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આજે દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતુ,જેમાં મોચી સંખ્યામાં ક્ષત્રિય લોકો જોડાયા હતા.જેમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આ નિવેદનને વખોડયું હતુ,ભરૂચથી લઈને વાપી સુધીના હજારો ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા,ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સરદાર આશ્રમમાં સરદાર સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા,સરદાર સાહેબને શ્રદ્ધાંનજલી અર્પણ કરી પોતાને ધન્યતા અનુભવી હતી. શું છે સમગ્ર મામલો કર્ણાટકની એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે,રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.

Surat News : રૂપાલા બાદ રાહુલ ગાંધી સામે ક્ષત્રિય સમાજ ભરાયો રોષે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બારડોલીમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાહુલ ગાંધી સામે રોષ
  • ક્ષત્રિય આગેવાન કરણસિંહે રાહુલના નિવેદનને વખોડયું
  • મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન અગાઉ રાજવાડા પર રાજકારણ શરૂ થઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન મામલે ભાજપ નેતા તેમને આડેહાથ લઈ રહ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના વિવાદિત નિવેદન પર બારડોલી ક્ષત્રિય સમાજ રોષે ભરોષો છે.

યોજાયું અસ્મિતા સંમેલન

ક્ષત્રિય સમાજ-પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આજે દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતુ,જેમાં મોચી સંખ્યામાં ક્ષત્રિય લોકો જોડાયા હતા.જેમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આ નિવેદનને વખોડયું હતુ,ભરૂચથી લઈને વાપી સુધીના હજારો ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા,ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સરદાર આશ્રમમાં સરદાર સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા,સરદાર સાહેબને શ્રદ્ધાંનજલી અર્પણ કરી પોતાને ધન્યતા અનુભવી હતી.


શું છે સમગ્ર મામલો

કર્ણાટકની એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે,રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.