Surat News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ

May 24, 2026 - 17:30
Surat News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતની રાંદેર પોલીસ ટીમ દ્વારા ઘણા લાંબા સમયથી કાયદાના હાથથી બચીને ભાગતી ફરતી એક રીઢો મહિલા ઠગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારી આ મહિલા છેલ્લા 9 વર્ષથી પોલીસને હંફાવી રહી હતી.

બોગસ રસીદ અને પઝેશન લેટર પધરાવી દીધા

સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન (અને તે પૂર્વેથી) લોકોને સસ્તા સરકારી આવાસો અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેણે લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનાની ખોટી અને બોગસ રસીદો તેમજ નકલી પઝેશન લેટર (કબ્જા પત્રો) પણ બનાવી આપ્યા હતા. આ માયાવી જાળમાં ફસાવીને તેણે નિર્દોષ લોકો પાસેથી કુલ રૂપિયા 21.69 લાખની મોટી રકમ પડાવી લીધી હતી અને ત્યારથી જ તે ફરાર થઈ ગઈ હતી.

બીજા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા માત્ર રાંદેર વિસ્તાર પૂરતી સીમિત ન હતી. તેની વિરૂદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારે કરોડો/લાખોની છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તે સતત પોતાના રહેઠાણ અને લોકેશન બદલીને પોલીસની ધરપકડથી બચતી ફરતી હતી.

રાંદેર પોલીસે આખરે દબોચી લીધી

લાંબી વોચ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી રાંદેર પોલીસે આ મહિલા ઠગને આખરે શોધી કાઢીને કાયદાના સકંજામાં લીધી છે. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ધરપકડથી આવાસ યોજનાના નામે છેતરાયેલા અન્ય ભોગ બનનારાઓની વિગતો અને આ સ્કેમમાં જોડાયેલા અન્ય સાગરીતોના નામો પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો - Surat: તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ, 22 માસૂમોના પરિવારોનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0