Surat News : મીંડી ગેંગ ફરીથી થઈ સક્રિય,ગુજસીટોકના ગુનામાં આરોપીઓ હતા જેલમાં

ગુજસીટોકના કેસમાં જામીન પર છૂટી છે મીંડી ગેંગ મીંડી ગેંગનો મુખ્ય આરોપી કૈઝર મીંડી પિસ્તોલ સાથે પકડાયો સુરત એસઓજીની ટીમે 3 આરોપીઓને ઝડપ્યા સુરત શહેરમાં ક્રાઈમ થવાની ઘટના એ સામન્ય બનતી જાય છે,રોજ બરોજ હત્યા,લૂંટ,દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી જાય છે,અલગ-અલગ ગેંગનો વિસ્તાર પ્રમાણે દબદબો રહેતો હોય છે,ત્યારે એક એવી ગેંગ કે જેને લોકો મીંડી ગેંગ તરીકે ઓળખે છે,આ ગેંગના મોટાભાગના આરોપીઓ ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યાં છે.ત્યારે સુરત એસઓજી પોલીસે ગેંગનો મુખ્ય આરોપીસ કૈઝર મીંડીને પિસ્તોલ સાથે ચેકનાકા પાસેથી ઝડપી પાડયો છે.આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુમાં તપાસ હાથધરી રહી છે. આ ગેંગ કોટ વિસ્તારમાં મચાવે છે આતંક ભાગાતળાવ, નાનપુરા અને કાદરશાની નાળની કુખ્યાત મીંડી ગેંગ સામે શહેર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. કોટ વિસ્તારમાં છેલ્લાં બે દાયકા ઉપરાંતથી આતંક મચાવતી આ ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી સાતની અટકાયત કરી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા સામે હંમેશા પડકાર બનતી બેંકની સામે સુરત પોલીસ દ્વારા સક્રીય રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુજસીટોકના કાયદા હેઠળ અનેક ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગ સામે પગલાં લેવાઈ રહ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાં ગેંગ ચલાવી ઉપદ્રવ મચાવતી ટોળકીનો સફાયો કરવા પોલીસે કડક કાયદા ગુજસીટોકનો કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગુજસીટોક હેઠળ મીંડી ગેંગના સભ્યો છે જેલમાં બંધ એક વર્ષ પહેલા જ મીંડી ગેંગના અસમાજીક તત્વો વિરુધ્ધ અઠવા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગ પોલીસ તથા પાલિકાની ટીમ પર પણ હુમલોમાં પણ પાછીપાણી કરતી ન હતી.કોટવિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના 5થી વધુ સાગરીતોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરી હતી. જેમાં અલ્લાઉદ્દીન પટેલનું મીંડી ગેંગ સાથે કનેક્શન બહાર આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. અઠવા પોલીસે આ ગેંગના લિડર આરિફ ગુલામરસુલ મીંડી, કૈઝર મીંડી, જુનૈદ, અનસ રંગરેજ, માવીયા કુંભાર, યશા મીંડી સહિત ટોળકીના 12થી વધુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Surat News : મીંડી ગેંગ ફરીથી થઈ સક્રિય,ગુજસીટોકના ગુનામાં આરોપીઓ હતા જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજસીટોકના કેસમાં જામીન પર છૂટી છે મીંડી ગેંગ
  • મીંડી ગેંગનો મુખ્ય આરોપી કૈઝર મીંડી પિસ્તોલ સાથે પકડાયો
  • સુરત એસઓજીની ટીમે 3 આરોપીઓને ઝડપ્યા

સુરત શહેરમાં ક્રાઈમ થવાની ઘટના એ સામન્ય બનતી જાય છે,રોજ બરોજ હત્યા,લૂંટ,દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી જાય છે,અલગ-અલગ ગેંગનો વિસ્તાર પ્રમાણે દબદબો રહેતો હોય છે,ત્યારે એક એવી ગેંગ કે જેને લોકો મીંડી ગેંગ તરીકે ઓળખે છે,આ ગેંગના મોટાભાગના આરોપીઓ ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યાં છે.ત્યારે સુરત એસઓજી પોલીસે ગેંગનો મુખ્ય આરોપીસ કૈઝર મીંડીને પિસ્તોલ સાથે ચેકનાકા પાસેથી ઝડપી પાડયો છે.આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુમાં તપાસ હાથધરી રહી છે.

આ ગેંગ કોટ વિસ્તારમાં મચાવે છે આતંક

ભાગાતળાવ, નાનપુરા અને કાદરશાની નાળની કુખ્યાત મીંડી ગેંગ સામે શહેર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. કોટ વિસ્તારમાં છેલ્લાં બે દાયકા ઉપરાંતથી આતંક મચાવતી આ ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી સાતની અટકાયત કરી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા સામે હંમેશા પડકાર બનતી બેંકની સામે સુરત પોલીસ દ્વારા સક્રીય રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુજસીટોકના કાયદા હેઠળ અનેક ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગ સામે પગલાં લેવાઈ રહ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાં ગેંગ ચલાવી ઉપદ્રવ મચાવતી ટોળકીનો સફાયો કરવા પોલીસે કડક કાયદા ગુજસીટોકનો કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે.


ગુજસીટોક હેઠળ મીંડી ગેંગના સભ્યો છે જેલમાં બંધ

એક વર્ષ પહેલા જ મીંડી ગેંગના અસમાજીક તત્વો વિરુધ્ધ અઠવા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગ પોલીસ તથા પાલિકાની ટીમ પર પણ હુમલોમાં પણ પાછીપાણી કરતી ન હતી.કોટવિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના 5થી વધુ સાગરીતોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરી હતી. જેમાં અલ્લાઉદ્દીન પટેલનું મીંડી ગેંગ સાથે કનેક્શન બહાર આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. અઠવા પોલીસે આ ગેંગના લિડર આરિફ ગુલામરસુલ મીંડી, કૈઝર મીંડી, જુનૈદ, અનસ રંગરેજ, માવીયા કુંભાર, યશા મીંડી સહિત ટોળકીના 12થી વધુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.