Surat News: પત્રકારત્વની આડમાં નકલી નોટ છાપવાનો વેપલો

પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરાઈ રૂ 2.90 લાખની નકલી નોટ કબ્જે કરાઈ સુરતમાં પત્રકારીત્વની આડમાં નકલી નોટ છાપવાના મામલે પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો છે. જેમાં આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરાઈ છે. તેમાં સુરત પોલીસે આરોપીના ઘરે સર્ચ કર્યું હતુ. જેમાં રૂ 2.90 લાખની નકલી નોટ કબ્જે કરાઈ હતી. આરોપી સાદિક કર્ણાટકા ભાગી છુટ્યો હતો. તેમજ સાપ્તાહિકના માલિક પાસેથી 2.90 લાખની નકલી નોટ ખરીદી હતી. વેચતી વખતે સેમ્પલ તરીકે અસલી નોટ જ આપતા હતા વેચતી વખતે સેમ્પલ તરીકે અસલી નોટ જ આપતા હતા. બાપ નંબરી બેટા દસ નંબરી જેવી સ્ટાઇલમાં આ ટોળકીનું કામ હતુ. જેમાં સાપ્તાહિકના પત્રકાર સહિત ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ રાખ્યા છે. સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને SH ન્યૂઝ યૂ-ટ્યૂબ ચેનલ ચલાવતા હતા. ફિરોજ શેખની અખબારની ઓફિસમાં ખેલ ચાલતો હતો. અગાઉ ત્રણ આરોપીઓને સુરત PCB અને સુરત SOGએ પકડ્યા હતા. તેમાં સુરતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનુ કારખાનુ ઝડપાયું હતુ. નકલી નોટો સાથે 3 લોકોની ધરકપડ કરી છે. તથા એક આરોપીને વોન્ડેટ જાહેર કરાયો હતો. સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી છે. તેમાં રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ છે. જેમાં લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાના સાધન પણ કબ્જે કરાયા છે. પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા. સુરતના નકલી ચલણી નોટના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ ગફ્ફાર સામે ચાર્જશીટ દાખલ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ NIAએ વર્ષ 2019ના સુરતના નકલી ચલણી નોટના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ ગફ્ફાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બિહારના કટિહારનો રહેવાસી અબ્દુલ ગફ્ફાર ઉર્ફે ગફ્ફારભાઈ 2019થી ફરાર હતો, જેની 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. જૂન-2019માં DRI-સુરતે રેલવે સ્ટેશન પરથી વિનોદ નિષાદ ઉર્ફે વિનોદ સહાનીની 2 હજારના દરની કુલ 2 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ થઈ હતી, જેમાં નવેમ્બર 2022માં વિનોદ નિષાદ અને મોહમ્મદ મહેફુઝ શેખને 7 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

Surat News: પત્રકારત્વની આડમાં નકલી નોટ છાપવાનો વેપલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો
  • આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરાઈ
  • રૂ 2.90 લાખની નકલી નોટ કબ્જે કરાઈ

સુરતમાં પત્રકારીત્વની આડમાં નકલી નોટ છાપવાના મામલે પત્રકાર પાસેથી નકલી નોટ ખરીદનાર પકડાયો છે. જેમાં આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરાઈ છે. તેમાં સુરત પોલીસે આરોપીના ઘરે સર્ચ કર્યું હતુ. જેમાં રૂ 2.90 લાખની નકલી નોટ કબ્જે કરાઈ હતી. આરોપી સાદિક કર્ણાટકા ભાગી છુટ્યો હતો. તેમજ સાપ્તાહિકના માલિક પાસેથી 2.90 લાખની નકલી નોટ ખરીદી હતી.

વેચતી વખતે સેમ્પલ તરીકે અસલી નોટ જ આપતા હતા

વેચતી વખતે સેમ્પલ તરીકે અસલી નોટ જ આપતા હતા. બાપ નંબરી બેટા દસ નંબરી જેવી સ્ટાઇલમાં આ ટોળકીનું કામ હતુ. જેમાં સાપ્તાહિકના પત્રકાર સહિત ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ રાખ્યા છે. સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને SH ન્યૂઝ યૂ-ટ્યૂબ ચેનલ ચલાવતા હતા. ફિરોજ શેખની અખબારની ઓફિસમાં ખેલ ચાલતો હતો. અગાઉ ત્રણ આરોપીઓને સુરત PCB અને સુરત SOGએ પકડ્યા હતા. તેમાં સુરતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનુ કારખાનુ ઝડપાયું હતુ. નકલી નોટો સાથે 3 લોકોની ધરકપડ કરી છે. તથા એક આરોપીને વોન્ડેટ જાહેર કરાયો હતો.

સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ

સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી છે. તેમાં રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ છે. જેમાં લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાના સાધન પણ કબ્જે કરાયા છે. પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા.

સુરતના નકલી ચલણી નોટના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ ગફ્ફાર સામે ચાર્જશીટ દાખલ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ NIAએ વર્ષ 2019ના સુરતના નકલી ચલણી નોટના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ ગફ્ફાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બિહારના કટિહારનો રહેવાસી અબ્દુલ ગફ્ફાર ઉર્ફે ગફ્ફારભાઈ 2019થી ફરાર હતો, જેની 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. જૂન-2019માં DRI-સુરતે રેલવે સ્ટેશન પરથી વિનોદ નિષાદ ઉર્ફે વિનોદ સહાનીની 2 હજારના દરની કુલ 2 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ થઈ હતી, જેમાં નવેમ્બર 2022માં વિનોદ નિષાદ અને મોહમ્મદ મહેફુઝ શેખને 7 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો.