Surat News: ડો.હર્ષ આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરની ધરપકડ, બે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી.હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉ.હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં ખટોદરા પોલીસે ભાવનગરની દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂત એમ બે મહિલા ડૉક્ટરોની ધરપકડ કરી છે.જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે. ગત આઠમી ઓગસ્ટે મોડી રાત્રે ડો. હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવ્યું હતું. તેમના મેડિકલ કમિટીના રીપોર્ટમાં રેગિંગ થયું હોવાનું ફલિત થતાં પોલીસમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.
બે મહિલા ડોક્ટરોની ધરપકડ
પોલીસ તપાસમાં રેગિંગ કમિટીના અહેવાલ અને અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.જે દર્શાવે છે કે મૃતકનું માર્ચ-એપ્રિલમાં એડમિશન થયા બાદ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને આ બંને મહિલા આરોપીઓનો ત્રાસ આપવા તથા દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો.પોલીસે બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
પોલીસે અન્ય બે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી
આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવે હજુ પકડવાના બાકી છે.જે અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન માટે કાયદાકીય પ્રક્રિયામાં હતા તેમજ પોલીસથી બચવા સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે આશરો લઈ છુપાતા ફરતા હતા અને તેમને પણ ટૂંક સમયમાં પકડી પાડવાની કાર્યવાહી ચાલુ છે.
પીડિત પરિવારે અગાઉ આક્રોશ ઠાલવ્યો હતો
સિનિયરોથી કંટાળીને આત્યંતિક પગલું ભરનાર હર્ષના આપઘાત પાછળ જવાબદાર ચારેય સિનિયર ડોક્ટરોને હોસ્પિટલ, હોસ્ટેલ અને ટીચિંગ પ્રવૃત્તિઓમાંથી માત્ર છ મહિના માટે જ દૂર રાખવામાં આવ્યા હતાં.પીડિત પરિવારનો આક્રોશ છે કે આટલી હળવી શિક્ષાથી ન્યાય કેવી રીતે મળી શકે?માત્ર સસ્પેન્શનની કાર્યવાહી કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કારણ કે 6 મહિના બાદ આ આરોપીઓ ફરીથી સામાન્ય રીતે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દેશે.
આ પણ વાંચોઃ CJP Protest: એક વર્ષ સુધી કોઈપણ શાંતિ ભંગ ન થવી જોઈએ... આ શરત પર અભિજીત, આશુતોષ અને સૌરવ દાસને કર્યા મુક્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

