Surat News: ડાયનેમિક વોરિયર એકેડમીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં આયોજિત ડાયનેમિક વોરિયર એકેડમીના ખાસ કાર્યક્રમ 'વોરિયર સાઇનિંગ સ્ટાર એવોર્ડ એન્ડ બ્લેક બેલ્ટ સેરેમની'માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે એવોર્ડ વિજેતા અને બ્લેક બેલ્ટ મેળવનાર ખેલાડીઓને બિરદાવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર અને રમતગમતના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકવાંડો માટે સરકાર આપશે પૂર્ણ સપોર્ટ
કાર્યક્રમમાં બોલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સેન્ટર ઓફ એક્સિલન્સમાં AI બેઝ્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સાયન્સ કઈ રીતે વધુ ડેવલપ થઈ શકે તે માટે આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર પૂર્ણ સપોર્ટ કરશે. ખાસ કરીને ટેકવાંડો રમતને લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે જે પણ સંસાધનો અને મદદની જરૂર પડશે, તે તમામ સહયોગ રાજ્ય સરકાર પૂરો પાડશે. તેમણે ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બદલવામાં યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

“20 વર્ષ અગાઉ જેમના પર ટોણા વાગતા, તે ખેલાડીઓ હવે ભુક્કા બોલાવે છે”
ભૂતકાળના દિવસો યાદ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ લેવલે રમવા જતા ત્યારે અન્ય રાજ્યના લોકો તેમને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને બોલાવતા હતા, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે આપણા ખેલાડીઓ જ્યાં પણ સ્પર્ધા કરવા પહોંચે છે, ત્યાં મેદાનમાં ભુક્કા બોલાવીને જીત મેળવીને પાછા આવે છે. તેમણે ઉમેર્યું કે, આખા દેશમાં ખેલાડીઓ માટે સૌથી વધુ પ્રોત્સાહક ફંડ જાહેર કરનાર રાજ્ય ગુજરાત છે.

ખેલાડીઓને વિનમ્ર રહેવા અને માતા-પિતાનું સન્માન કરવા અપીલ
યુવા ખેલાડીઓને જીવનનો મંત્ર આપતાં તેમણે ભાવુક અપીલ કરી હતી કે, જીવનમાં એવોર્ડ અને મેડલ તો આવતા રહેશે, પરંતુ આપણે ક્યારેય પોતાની વિનમ્રતા છોડવાની નથી. તમને આજે પોડિયમ પર વિજેતા તરીકે જોવા માટે તમારા માતા-પિતાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેથી સફળતા મળ્યા પછી પણ માતા-પિતા સાથેનું તમારું વર્તન ક્યારેય બદલાવું ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો.

આ પણ વાંચો: Suratમાં બ્રાઉન સુગર સાથે ઓડિશાના ત્રણ ઈસમો ઝડપાવાનો મામલો, નાણાંની જરૂરિયાતે કરાવી ડ્રગ્સની હેરાફેરી!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

