Surat News: ટેક્સટાઈલ માર્કેટમાં કારમાંથી રૂ.2.50 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના કાપડ બજાર (ટેક્સટાઈલ માર્કેટ) વિસ્તારમાં કારમાંથી રોકડ રકમ ચોરી આચરનાર શાતિર ચોરને સલાબતપુરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મિલેનિયમ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર-વ્હીલ ગાડીમાંથી રૂ.2,50,000ની રોકડ રકમ સેરવી લેનાર પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મેંદપરા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પાર્કિંગમાં ચોરીના લાઇવ CCTV સામે આવ્યા હતા
ઘટનાની વિગત અનુસાર, સલાબતપુરા વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટના પાર્કિંગમાં એક વેપારીએ પોતાની ફોર-વ્હીલ કાર પાર્ક કરી હતી. આ દરમિયાન આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુએ તકનો લાભ ઉઠાવી ગાડીમાંથી રૂ.2.50 લાખ રોકડા ચોરી લીધા હતા. આ સમગ્ર ચોરીની ઘટના માર્કેટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અન્ય માર્કેટમાં પણ કર્યો હતો પ્રયાસ
સલાબતપુરા પોલીસની ટીમે ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઊંડાણપૂર્વક ચકાસ્યા હતા. સીસીટીવી ટ્રેકિંગ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુને દબોચી લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ચોરીના દિવસે જ આરોપીએ અન્ય એક ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાં પણ કારમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. હાલ સલાબતપુરા પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

