Surat News : ખેડૂત સભાસદોના નામે રાજકીય ખેલ: ભાજપના આંતરિક અસંતોષ વચ્ચે સાયણ સુગર મીલનો ચૂંટણી જંગ જામ્યો!

Jul 27, 2026 - 16:00
Surat News : ખેડૂત સભાસદોના નામે રાજકીય ખેલ: ભાજપના આંતરિક અસંતોષ વચ્ચે સાયણ સુગર મીલનો ચૂંટણી જંગ જામ્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતની ચર્ચિત સાયણ સુગર મીલની ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રની કુલ 18 બેઠકો માટે સંગ્રામ ખેલાશે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આવતી 9 ઓગસ્ટે મતદાન પ્રક્રિયા યોજાશે અને 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરીને તુરંત જ પરિણામો જાહેર કરવામાં આવશે, જેને લઈને તમામ દાવેદારોમાં ધબકારા વધી ગયા છે.

ભાજપમાં જ સામસામે પેનલો પડી

ચૂંટણીને લઈને 14 અલગ-અલગ ઝોનમાંથી ખેડૂત સભાસદોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે ભાજપ પ્રેરિત જૂથોમાં જ આંતરિક મતભેદો સામે આવ્યા છે અને ભાજપના જ ઉમેદવારોએ સામસામે પેનલો બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, દર્શન નાયકે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતાં ચૂંટણીનો ત્રિપાંખિયો અને રસપ્રદ જંગ જામ્યો છે.

ખેડૂત સભાસદોમાં ભારે કૂતુહલ અને ઉત્સાહનો માહોલ

સાયણ સુગર મીલ એ વિસ્તારના હજારો સભાસદ ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. ભાજપના જ નેતાઓ સામસામે આવી જતાં અને અપક્ષ ઉમેદવારની એન્ટ્રી થતાં હવે આ ચૂંટણીમાં કઈ પેનલ બાજી મારશે તે જોવું રસપ્રદ બનશે. પરિણામના દિવસે જ સાયણ સુગરની સત્તાનું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય થશે, પરંતુ હાલ તો તમામ ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ કરીને ખેડૂતોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : Monsoon 2026 : બગોદરાનું સરલા ગામ બન્યું બેટ, જીવના જોખમે ટ્રેક્ટરોથી અવરજવર કરતા લાચાર ગ્રામજનો!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0